Ahmedabad News: પ્રેમ(Love)માં અંધ વ્યક્તિ ક્યારે શું કરી બેસે તેનો કોઈ ખ્યાલ હોતો નથી. ભત્રીજાએ કાકીને પ્રેમ-માયાજાળમાં ફસાવી લિવ-ઈન(Live in Relationship)માં રહેતા હતા, સમય જતાં પરિણીતા અને તેના બે સંતાનોને છોડી દઈ માનસિક યાતના(Mental Harassment)ઓ આપતો હતો, આખરે મહિલાએ આત્મહત્યા (Suicide) કરવાનો પ્રયાસ કરતા અભયમ ટીમે તેને ઉગારી હતી.
અમદાવાદ(Ahmedabad)ના નોબલનગરમાં રહેતી પરિણીતાને તેના પતિના ભત્રીજા સાથે એક વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. જ્યારે પ્રેમીના ભત્રીજાએ પરિણીતાને છૂટાછેડા લઈને તેની સાથે રહેવા કહ્યું, ત્યારે તેણીએ 15 દિવસ પહેલા બળજબરીથી છૂટાછેડા (Divorce) આપી દીધા. બાદમાં તેણી તેના પ્રેમીના ભત્રીજા સાથે તેના બે બાળકો સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગી.
પરંતુ સમય જતાં પ્રેમીએ મહિલાને માર મારવાનું અને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, પ્રેમીના ભત્રીજાએ પરિણીતા સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો અને તેને ઘરમાંથી કાઢી મૂક્યા પછી, પરિણીતા આત્મહત્યા કરવા માટે ઈન્દિરા કેનાલે પહોંચી ગઈ હતી, જ્યાં અભયમ ટીમે તેને મદદ કરી હતી. માહિતી મુજબ, બે દિવસ પહેલા પરિણીતા તેના બંને બાળકોને રિવરફ્રન્ટ પર છોડીને આત્મહત્યા કરવા પહોંચી ગઈ હતી. જ્યાં એક જાગૃત નાગરિકે અભયમની મદદથી પરિણીતાને રોકી હતી.
બાદમાં જ્યારે પરિણીતાએ પોતાની આખી વાત કહી હતી. ત્યારે ટીમે પહેલા પરિણીતાને તેની ભૂલનો અહેસાસ કરાવ્યો. બાદમાં, પરિણીતાના પરિવારનો સંપર્ક કરીને અને પરિણીતાને ફરી આવું પગલું ન ભરવા માટે સમજાવીને મામલો ઉકેલાયો.
આ પણ વાંચો:પીરિયડ્સમાં મહિલાને વોશરૂમ જવાની ના પાડી, મામલો પહોંચ્યો પોલીસ મથકે
આ પણ વાંચો:ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ફી મુદ્દે અનધિકૃત બાંધકામમાં મકાનમાલિકોને રાહત!
આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા
