ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાના પ્રચારના અંતિમ દિને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર માટે તમામ સમીકરણો અપનાવવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષપદે નિયુક્ત થયા બાદ રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદને સંબોધતા રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું,
- તાતા નેનો ફેક્ટરી માટે ૩૩,૦૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા પરંતુ રસ્તા પર એક પણ ગાડી જોવા મળી નથી. વીજળી, પાણી બધું જ મફતમાં આપવામાં આવ્યું પણ લોકોને કશું જ આપવામાં આવ્યું નથી.
- ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતમા નર્મદાથી કરી હતી ત્યારબાદ ઓબીસી અને વિકાસ યાત્રાની વાત કરી પણ તેઓ પોતાની પોઝીશનને મેન્ટેન કરી શક્ય નથી.
- આ પહેલા મોદીજી ભ્રષ્ટાચારની વાત કરતા હતા પણ જય શાહ અને રફેલ મુદ્દા પર કેમ તેઓ ચુપ છે. ખેડૂતો અંગે પણ વાત કરતા નથી.
- ૮ નવેમ્બરે પહેલો ઝટકો આપ્યો અને ત્યારબાદ ગબ્બરસિંહ ટેક્સ ( GST ). આ કારણે ૫૦ ટકા વેપારીઓ ગાયબ થઇ ગયા છે.
