Gandhinagar News : વન અને પર્યાવરણ વિભાગ(Forest and Environment Department)ની માંગણી પર વિધાનસભામાં ચર્ચા (Discussion)દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ આદિવાસી વિસ્તારોના વિકાસ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે જણાવ્યું કે ખેડબ્રહ્મા વિસ્તારમાં જંગલમાં રહેતા વાંઢ ફળિયાના લોકો હજુ પણ વિકાસથી વંચિત છે.
તેમણે કહ્યું કે વન વિભાગના કડક નિયમોને કારણે સ્થાનિક લોકોને મૂળભૂત સુવિધાઓ મેળવવામાં મુશ્કેલી પડે છે. જંગલ વિસ્તારમાં રસ્તા બનાવવા માટે પહેલા જંગલ જમીનનું સંપાદન કરવું પડે છે, જેના કારણે વિકાસ કાર્યો અટકી જાય છે.
તુષાર ચૌધરીએ વધુમાં જણાવ્યું કે કાળા ખેતરા ગામમાં જમીનની કિંમત 1260 રૂપિયા પ્રતિ ચોરસ મીટર નક્કી કરવામાં આવી છે. જેના કારણે માત્ર રસ્તા બનાવવા માટે જ આશરે 10 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની સ્થિતિ ઉભી થાય છે.
તેમણે જણાવ્યું કે જમીન સંપાદન સાથે કિંમત વધી જતા વિકાસના કામો અટકી જાય છે. જ્યારે આદિવાસીઓ પાસેથી સીધી જમીન ખરીદવામાં આવે ત્યારે તેમને ખૂબ ઓછું વળતર મળે છે, જે યોગ્ય નથી.
