Gujarat News/ ઈરાન-ઇઝરાયલ યુદ્ધની ઉદ્યોગો પર અસર, રાજકોટના પટોળા ઉદ્યોગથી લઈને વડોદરામાં કોલસાની માંગ વધી

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ (Iran-Israeli War)ની અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. રાજકોટના જેતપુરના પટોળા સાડી ઉદ્યોગમાં કાચા માલના ભાવ વધતા ઉત્પાદન ખર્ચ વધી ગયો છે, જ્યારે વડોદરામાં કોલસાની માંગમાં પણ વધારો થયો છે.

Top Stories Gujarat Rajkot Vadodara Breaking News
Iran-Israeli War:રાજકોટ ઉદ્યોગ પર,વડોદરામાં કોલસાની માંગ વધી

Gujarat News: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ (Iran-Israeli War)ની અસર હવે ભારતના ઉદ્યોગો સુધી પહોંચવા લાગી છે. ખાસ કરીને ગુજરાતના ઉદ્યોગો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. રાજકોટ શહેરના જેતપુરના પટોળા સાડી ઉદ્યોગ પર પણ યુદ્ધનું ગ્રહણ લાગ્યું છે, જેના કારણે વેપારીઓ અને કારીગરો ચિંતિત બન્યા છે.

Iran-Israeli Warની પટોળા ઉદ્યોગ પર સીધી અસર

રાજકોટના જેતપુરમાં ચાલતા સાડી ઉદ્યોગમાં પ્રિન્ટિંગ અને ફિનિશિંગ માટે મોટા પ્રમાણમાં પેટ્રો-કેમિકલ્સનો ઉપયોગ થાય છે. યુદ્ધના કારણે રો-મટીરીયલના ભાવમાં ભારે વધારો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર કાચા માલના ભાવમાં 20 થી 30 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ પણ વધ્યો છે.

આ ઉપરાંત LPGના ભાવ વધતા ઉત્પાદન ખર્ચમાં અંદાજે 20 ટકા જેટલો વધારો થયો છે. પરિણામે ઘણા પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગ યુનિટ બંધ થવાની કગાર પર પહોંચ્યા છે.

પટોળા સાડી બનાવતા કારીગરોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે કરોડો રૂપિયાનો વેપાર કરનારા વેપારીઓએ જણાવ્યું કે જો યુદ્ધ (Iran-Israeli War) લાંબુ ચાલશે તો નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.

વડોદરામાં કોલસાની માંગમાં વધારો

યુદ્ધ (Iran-Israeli War)ના કારણે ગેસ સપ્લાયને લઈને ઉભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે વડોદરામાં કોલસાના વપરાશમાં વધારો થયો હોવાની ચર્ચાઓ છે. ગેસ બોટલ સમયસર ન મળવાની ભીતિને કારણે કેટલાક લોકો અને વેપારીઓ કોલસાનો વિકલ્પ અપનાવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા રિયાલીટી ચેક દરમિયાન ચારકોલ ડેપો પર કોલસાની માંગમાં વધારો જોવા મળ્યો હતો. ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટમાં કોલસાની માંગ વધતી જોવા મળી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર હાલના સમયમાં કોલસાના વેપારમાં અંદાજે 25 ટકા જેટલો વધારો નોંધાયો છે.

ઉદ્યોગકારોમાં ચિંતા

વેપારીઓ અને ઉદ્યોગકારોનું કહેવું છે કે જો ઈરાન-ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ (Iran-Israeli War) લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તેનો પ્રભાવ વધુ ઉદ્યોગો પર પણ પડી શકે છે. વધતા કાચા માલના ભાવ અને ઉત્પાદન ખર્ચને કારણે નાના ઉદ્યોગોને સૌથી વધુ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:ઈરાન અને ઇઝરાયલ વચ્ચે મધ્યસ્થી કરવા રશિયા તૈયાર, પુતિને કહ્યું – દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે

આ પણ વાંચો:ઈરાન લાંબા યુદ્ધ માટે તૈયાર છે! , ઇઝરાયલે દક્ષિણ બેરૂતમાં અનેક હુમલા કર્યા

આ પણ વાંચો:LPGની તંગી વચ્ચે રાહતના સમાચાર: શિવાલિક અને નંદાદેવી જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ભારત તરફ