Gujarat News: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે Rain Alert જાહેર કર્યું છે. અપડેટ મુજબ રાજ્યના 17 જિલ્લાઓ અને કેન્દ્રશાસિત વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની શક્યતા છે.
Rain Alert: ગુજરાતના 17 જિલ્લાઓમાં આગામી 3 કલાક હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભાવનગર (bhavnagar), અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ડાંગ, તાપી, જૂનાગઢ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને બોટાદ (botad)માં આગામી ત્રણ કલાક દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં વરસાદનો દર 5 મિમી પ્રતિ કલાકથી ઓછો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ સાથે ગાજવીજ પણ થઈ શકે છે. વરસાદ દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાવાની, ટ્રાફિકને અસર થવાની અને ડ્રેનેજમાં કચરો ભરાવાથી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થવાની શક્યતા છે. પવન સાથે વૃક્ષોની ડાળીઓ અથવા જાહેરાતના હોર્ડિંગ્સ પડવાની શક્યતા હોવાથી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ખેડૂતો અને પશુપાલકો માટે પણ ચેતવણી
ભારે વરસાદની સ્થિતિમાં ખેતીના પાકને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને પૂર અને જમીન ધોવાણની સંભાવના ધરાવતા વિસ્તારોમાં પાકને અસર થવાની શક્યતા છે. પશુપાલકોને પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા અને નાના પ્રાણીઓ તથા મરઘાં જેવા પ્રાણીઓને આશ્રય આપવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી-મહીસાગરમાં મેઘરાજાની એન્ટ્રી
