ગુજરાતમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન સતત વધતો જોવા મળી રહ્યો છે .તેવામાં ગુજરાતના 4 મહાનગરોઅમદાવાદ,રાજકોટ,વડોદરા,સુરતમાં કોરોના કેસ ખુબ જ વધતા જોવા મળી રહ્યા છે. હોસ્પિટલ ની આગળ ટ્રીટમેન્ટ માટે એમ્બુલન્સની લાંબી લાઈન જોવા મળી રહી છે.હોસ્પિટલ માં બેડ પણ ફૂલ થતા જોવા મળી .અમદાવાદમાં કોરોના વાયરસના કેસો વધતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ અસારવા સિવિલ ફુલ થઈ હતી અને આજે સોલા સિવિલ હાઉસફુલ થઈ જતા તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. સોલા સિવિલમાં 250 ઓક્સિજન અને 50 વેન્ટિલેટર બેડ ફુલ થઈ ગયા છે. એટલે કે કોરોનાની સ્થિતિ હવે ભયજનક થઈ રહી છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. જેમાં દર્દીઓ સૂઈ રહ્યા છે અને હોસ્પિટલની અંદર બેડ્સ ખાલી થવાની રાહ જોઈ રહ્યાં છે. અમદાવાદની આ સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં 1200 બેડ્સ ફૂલ થઈ ચૂક્યા છે. જેના કારણે દર્દીઓને બહાર રોકી રાખવામાં આવ્યા છે. એવામાં એમ્બ્યુલન્સમાં જ તેમને ઑક્સિજન આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સોલા સિવિલ હાઉસફુલ થઈ જતા તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સોલા સિવિલમાં પણ 250 ઓક્સિજન અને 50 વેન્ટિલેટર બેડ ફુલ થઈ ગયા છે. એટલે કે કોરોનાની સ્થિતિ હવે ભયજનક જોવા મળી રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
