Suicide/ ઇસ રાત કી સુબહ નહીં..!,વધુ એક પરણિતાએ સાસરિયાઓના ત્રાસથી રાજકોટમાં વખ ઘોળ્યું

આયેશા બાદ રાજ્યમાં વિવિધ શહેરોમાં પરિણીતાના આત્મહત્યાના કિસ્સાઓ અટકવાનું નામ લઇ રહ્યા નથી. રાજકોટના જીવરાજ પાર્ક નજીક ભારતનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી નેહા નિલેશભાઇ વાઘેલા (ઉં.વ.30)એ ગઇકાલે ગુરૂવારે

Gujarat

આયેશા બાદ રાજ્યમાં વિવિધ શહેરોમાં પરિણીતાના આત્મહત્યાના કિસ્સાઓ અટકવાનું નામ લઇ રહ્યા નથી. રાજકોટના જીવરાજ પાર્ક નજીક ભારતનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી નેહા નિલેશભાઇ વાઘેલા (ઉં.વ.30)એ ગઇકાલે ગુરૂવારે સાંજે પોતાના ઘરે જ પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ દોડી દઇ નેહાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં નેહા અને નિલેશ મોલમાં સાથે કામ કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો. બાદમાં પરિવારની સહમતિથી ત્રણ મહિના પહેલા જ લવમેરેજ કર્યા હતા.

Political / રામ કાર્ડ સામે હરેકૃષ્ણ હરેરામ અને નમઃ શિવાયનો નારો

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ નિલેશે કામ બાબતે નેહાને ઠપકો આપતાં આ પગલુ ભર્યાનું બહાર આવ્‍યું છે. પરંતુ પરાપિપળિયા ગામે રહેતા નેહાના પિતા વિજયભાઇ લીલાધરભાઇ બદરકીયાએ દીકરીને પતિનો ત્રાસ હોવાનો આક્ષેપ કરતાં મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું હતું.

Penalty / ટ્રાફિક નિયમોનું અમદાવાદીઓએ ન્હાઇ લીધું, 133 કરોડના મેમો હજુ પણ ભરવાના બાકી

આ ઉપરાંત નેહા વાઘેલાએ આપઘાત કર્યાની જાણ 108 મારફત થતાં તાલુકા પોલીસ સ્ટેશનના PSI એ. જી. અંબાસણા અને રમેશભાઇએ ઘટનાસ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. તપાસમાં ખુલ્‍યા મુજબ નેહાના માવતર પરાપીપળીયા રહે છે. તે મોલમાં બૂટના શો રૂમમાં નોકરી કરતી હતી. સાથે જ કામ કરતાં નિલેશ વાઘેલા સાથે પ્રેમ થઇ જતાં બંનેએ ત્રણ મહિના પહેલા જ પરિવારની સંમતિથી લવમેરેજ કર્યા હતાં.પતિ નિલેશે પોલીસ સમક્ષ કબૂલાત આપતા જણાવ્યું હતું કે, મારી પત્‍ની નેહા સતત ફોનમાં વ્‍યસ્‍ત રહેતી હતી અને કામમાં ધ્‍યાન દેવાનું કહી ઠપકો અપાતાં ચડભડ થતાં માઠુ લાગી જવાથી પગલુ ભર્યું હતું. જોકે મૃતકના પિતાએ દીકરીને ત્રાસ હોવાનો આક્ષેપ કરતાં પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે. અંતિમવિધી બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…