હાસ્ય કલાકાર, અભિનેતા અને ટોક-શો હોસ્ટ કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા શો’ એ દેશનો સૌથી પ્રિય શો છે. તેના દરેક પાત્રએ લોકોના હૃદયમાં પોતાનું એક વિશેષ સ્થાન બનાવ્યું છે. હાસ્ય કલાકાર કપિલ શર્મા આ મેથી નવી સીઝન સાથે પાછા ફરવા માટે તૈયાર છે, આ નવી સીઝન પહેલા, અમે તમને તેમાં દેખાતા કલાકારોની ફી જણાવવા જઈ રહ્યા છીએ.શું તમે જાણો છો કે ચંદુ ચાઇ વાલા, બચ્ચા યાદવ અને ભૂરી આ શોમાં આવે છે તે માટે, નિર્માતા આ કલાકારોને તગડીફી ચૂકવે છે. ચાલો આપણે જાણીએ કે આ શોમાં એક એપિસોડ માટે કોણ રકમ લે છે.
ગૌરવ / રાજકોટ અને સુરતના પૂર્વ કલેકટર ડો.રાજેન્દ્રકુમારની વર્લ્ડ બેંકમાં નિમણૂક

સંવાદ / CM રુપાણીએ કોરોનાના દર્દીઓ સાથે કરી વાતચીત, વીડિયો કોન્ફરન્સથી પૂછ્યા હાલચાલ
કપિલ શર્મા

વેબસાઇટ બોલિવૂડલાઇફ ડોટ કોમના એક રિપોર્ટ અનુસાર, ‘કોમેડી કિંગ ઓફ ટેલિવિઝન’ કપિલ શર્મા પ્રત્યેક એપિસોડ માટે 30 થી 35 લાખ રૂપિયા લે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાસ્ય કલાકારે શોની આગામી સીઝન માટે તેની ફીમાં વધારો કર્યો છે અને એપિસોડ દીઠ રૂ. 50 લાખની ફી મળવા જઈ રહી છે.
રિયાલિટી ચેક / જમાલપુર સ્મશાનમાં એક સાથે 6 મૃતદેહો ચિતા પર, બીજા 4 વેટિંગમાં
ભારતી સિંઘ

વર્ષોથી ભારતી સિંઘે કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેક જેવી ઘણી લોકપ્રિયતા પણ મેળવી છે. તિતલી યાદવ અને કમ્મો બુઆ જેવા પાત્રો ભજવનારા હાસ્ય કલાકાર ભારતી પ્રત્યેક એપિસોડમાં 10 થી 12 લાખ રૂપિયા લે છે.
ચંદન પ્રભાકર

‘ધ કપિલ શર્મા શો’માં’ ચંદુ ચાઈ વાલે ‘ની ભૂમિકા ભજવનાર હાસ્ય કલાકાર ચંદન પ્રભાકર, પ્રત્યેક એપિસોડમાં 7 લાખ રૂપિયા લે છે.
કિકુ શારદા

કિકુ શારદાએ બચ્ચા યાદવથી બમ્પર સુધીના ઘણા પાત્રો ધ કપિલ શર્મા શોમાં ભજવ્યાં હતાં. અહેવાલ મુજબ, તેમને એપિસોડ દીઠ 5 લાખ રૂપિયા મળે છે.
સુમોના ચક્રવર્તી

બંગાળની સુંદરતા સુમોના ચક્રવર્તી, જે કપિલ શર્માના મોટાભાગના ટુચકાઓનું કેન્દ્ર છે, જ્યારે તે શરૂઆતથી ‘ધ કપિલ શર્મા શો’માં મુખ્ય પાત્ર રહી છે. તેમને એપિસોડ દીઠ 6-7 લાખ રૂપિયા ફી આપવામાં આવે છે.
અર્ચના પૂરણસિંહ

આ શોમાં નવજોત સિંહ સિદ્ધુ વર્ષોથી જજ તરીકે જોવા મળતો હતો. હવે અર્ચના પૂરણસિંહે તેનું સ્થાન લીધું છે. તે આ શોના એક એપિસોડ માટે 10 લાખ રૂપિયા લે છે.
કૃષ્ણા અભિષેક

90 ના દાયકાના બોલીવુડ સ્ટાર ગોવિંદાના ભાણેજ મામા સાથેના વિવાદો થી ચર્ચામાં આવેલા કૃષ્ણા અભિષેકે પ્રત્યેક એપિસોડમાં 10-12 લાખ રૂપિયા વસૂલ્યા હતા. તે કોમેડિયન તેમજ મિમિક્રી આર્ટિસ્ટ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
