switzerland/ સ્વિટ્ઝર્લેન્ડ દેશમાં નવા વર્ષ પર નવો નિર્ણય, બુરખો પહેરવા પર પ્રતિબંધ

સ્વિટ્ઝર્લેન્ડમાં 1 જાન્યુઆરી, 2025થી બુરખા પર પ્રતિબંધ લાગુ થઈ ગયો છે. જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા બદલ દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે.

Trending World

World News : સ્વિટ્ઝર્લેન્ડમાં આજથી એટલે કે 1 જાન્યુઆરી, 2025થી, મહિલાઓ હિજાબ, બુરખા અથવા અન્ય કોઈપણ માધ્યમથી જાહેર સ્થળોએ તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં. નવા કાયદા હેઠળ જો આ નિયમનું ઉલ્લંઘન થાય છે, તો મહિલાને $1144 એટલે કે અંદાજે 98,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. આ કાયદો 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવ્યો છે.

2021 માં યોજાયેલા લોકમતના પરિણામે કાયદો ઘડવામાં આવ્યો હતો, જેમાં 51.21% સ્વિસ નાગરિકોએ બુરખા પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં મત આપ્યો હતો. આ પછી સરકારે આ કાયદો પસાર કર્યો, જે આજથી લાગુ થઈ ગયો છે. આ કાયદાના અમલ પછી મહિલાઓ જાહેર પરિવહન, રેસ્ટોરાં, દુકાનો અને જાહેર કચેરીઓ જેવા જાહેર સ્થળોએ તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં.

સ્વિત્ઝર્લેન્ડ પહેલા બેલ્જિયમ, ફ્રાન્સ, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ અને બલ્ગેરિયા જેવા યુરોપિયન દેશોમાં પણ જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તે દેશોની સુરક્ષા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા વિવાદો વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. સ્વિત્ઝરલેન્ડમાં આ અંગે ઊંડી ચર્ચા ચાલી હતી અને મુસ્લિમ સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો.

સ્વિત્ઝર્લેન્ડમાં, જાહેરમાં ચહેરો ઢાંકવા પરનો પ્રતિબંધ, જેને “બુરખા પ્રતિબંધ” તરીકે ઓળખવામાં આવે છે, તે 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યો હતો. આ કાયદાનું ઉલ્લંઘન કરવાથી 1,000 સ્વિસ ફ્રેંક (લગભગ $1,144) સુધીનો દંડ થઈ શકે છે. સ્વિટ્ઝર્લૅન્ડ, ફ્રાન્સ અને ઑસ્ટ્રિયા સહિત અન્ય 6 યુરોપિયન દેશોમાં આ પ્રકારના કાયદા લાગુ કરવામાં આવ્યા છે. આ કાયદામાં કેટલીક ખાસ છૂટ છે. ઉદાહરણ તરીકે, જો સલામતી, હવામાન અથવા સ્વાસ્થ્યના કારણોસર ચહેરો ઢાંકવો જરૂરી હોય તો આ કરી શકાય છે. આ ઉપરાંત કલા, મનોરંજન અને જાહેરાત હેતુઓ માટે પણ ચહેરો ઢાંકવાની મંજૂરી આપવામાં આવશે. સ્વિસ સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ કાયદાનું પાલન કરતી વખતે જાહેર વ્યવસ્થાને જોખમ ન આપવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આલ્પ્સના પહાડોમાં ગ્લેશિયલ લેક તૂટ્યું, ફ્રાન્સ-સ્વિટ્ઝર્લેન્ડમાં કેદારનાથ જેવો અકસ્માત…

આ પણ વાંચો: ભારત કાશ્મીરને એશિયાનું સ્વિટ્ઝર્લેન્ડ બનાવી દેશે: પાકિસ્તાની નિષ્ણાત

આ પણ વાંચો: જીનીવામાં ભારત વિરોધી પોસ્ટરોથી મોદી સરકાર નારાજ, સ્વિટ્ઝર્લેન્ડના રાજદૂતને બોલાવ્યા