tips and tricks/ શિયાળામાં વાસણ ધોવાનો કંટાળો આવે છે? આ સ્માર્ટ ટિપ્સ તમારું કામ કરશે આસાન!

શું તમને પણ શિયાળાની ઠંડીમાં ઠંડા પાણીથી વાસણ ધોવા (Washing dishes) ખૂબ મુશ્કેલ લાગે છે? પાણીમાં હાથ નાખતા જ હાથ સુન્ન થઈ જાય અનેકામ કંટાળાજનક બની જાય છે.

Trending Tips & Tricks Lifestyle
Washing dishes

Tips and Tricks : શિયાળામાં વાસણ ધોવા (Washing dishes)ની આ સમસ્યા ઘણા લોકોને થાય છે. લાંબા સમય સુધી ઠંડા પાણીના સંપર્કમાં રહેવાને કારણે હાથ દુખવા લાગે છે અને ચામડી પણ ખરાબ થવાની શક્યતા રહે છે.

પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. આજે તમને કેટલીક એવી સરળ અને અસરકારક યુક્તિઓ જણાવીશું, જેનાથી શિયાળામાં વાસણ ધોવાનું કામ ઘણું સહેલું બની જશે. જો તમે આમાંથી એક પણ ઉપાય અપનવશો, તો ચોક્કસ તમને ફરક અનુભવાશે.

  1. વાસણ ધોવા (Washing dishes)રબરના મોજાનો ઉપયોગ કરો

શિયાળામાં વાસણ ધોવા માટે રબરના મોજા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ મોજા આજકાલ બજારમાં સરળતાથી મળી જાય છે અને ઓનલાઈન પણ ઓર્ડર કરી શકાય છે.

જ્યારે તમે રબરના મોજા પહેરીને વાસણ ધોવો (Washing dishes)છો, ત્યારે તમારા હાથ પર સીધું ઠંડું પાણી લાગતું નથી. આથી તમારા હાથ સુરક્ષિત રહે છે અને તમે આરામથી વાસણ ધોઈ શકો છો. જો તમે નિયમિત રીતે વાસણ ધોતા હો, તો મોજા જરૂરથી ઉપયોગ કરો.તમારા હાથ સારા રહશે.

Washing dishes

  1. ગરમ પાણીમાં વાસણ પલાળી દો

જો તમે મોજા ન પહેરવા માંગતા હો, તો આ ઉપાય તમારા માટે ઉત્તમ છે. એક નાનાં ટબ અથવા પાત્રમાં થોડું ગરમ પાણી લો. તેમાં બધા ગંદા વાસણો નાખી દો અને લગભગ 5 મિનિટ સુધી પલાળી રાખો.ગરમ પાણીમાં પલાળવાથી વાસણ પર લાગેલું તેલ અને ગંદકી સહેલાઈથી છૂટી જાય છે.

આ રીતે, તમને વાસણ ધોવા માટે વધારે મહેનત કરવાની જરૂર નથી અને હાથ પર પણ ઓછો ભાર પડે છે.

  1. ઓછા સમયમાં વાસણ ધોઈ લો

ગરમ પાણીમાં પલાળ્યા પછી, હવે વાસણો પર થોડું ડીશવોશિંગ સાબુ અથવા પ્રવાહી લગાવો. આ સમયે તમે હૂંફાળું (લૂકવોર્મ) પાણી ઉપયોગ કરી શકો છો.

કારણ કે વાસણ પહેલેથી જ નરમ અને સાફ થવા માટે તૈયાર હોય છે, એટલે ઓછા પાણીમાં અને ઓછા સમયમાં વાસણ સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે.
આથી પાણીની બચત પણ થાય છે અને ઠંડીનો તકલીફ પણ ઓછો પડે છે.

શિયાળામાં વાસણ ધોવું (Washing dishes) મુશ્કેલ લાગતું હોય, તો પણ આ સરળ ઉપાયો અપનાવવાથી તમારું કામ ખૂબ સહેલું બની શકે છે.
રબરના મોજા પહેરો, ગરમ પાણીમાં વાસણ પલાળી દો અને હૂંફાળા પાણીથી વાસણ ધોવો – આ ત્રણ રીતો તમારા હાથને સુરક્ષિત રાખશે અને સમય પણ બચાવશે.

આ શિયાળામાં આ ઉપાયો જરૂર અજમાવો અને આરામથી વાસણ ધોવાનું આનંદ લો. 😊


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કિચન સિંક અને પ્લેટફોર્મ સ્લૅબ ગંદા થઇ ગયા છે? મિનિટોમાં થશે સાફ, અઠવાડિયામાં એકવાર આ ટિપ્સ ફૉલો કરો…

આ પણ વાંચો:વોશિંગ મશીનમાં કેવી રીતે ધોવા રીંગ વાળા પડદા? મૂંઝાશો નહિં, અજમાવો આ ટિપ્સ…

આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!