National News/ CJPનો ફરી આંદોલનનો સંકેત: અભિજિત દિપકે કહ્યું- ‘જંતર-મંતર સીઝન 2’ ટૂંક સમયમાં

CJPના સ્થાપક અભિજિત દિપકેના જણાવ્યા મુજબ દિલ્હીમાં ‘Jantar Mantar Season 2’ ટૂંક સમયમાં શરૂ થશે. સ્વયંસેવક સંમેલન માટે હોલ ન મળવા અને દબાણના આક્ષેપો સાથે ભાજપ સામે પણ ગંભીર દાવા કરાયા.

Top Stories India Trending
Jantar Mantar Season 2: CJPના અભિજિત દિપકેનો મોટો દાવો

New Delhi News: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દિપકેએ દિલ્હીમાં પાર્ટીના આગામી સ્વયંસેવક સંમેલનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લોકો દ્વારા પૂછાતા સવાલોના(Jantar Mantar Season 2)  જવાબમાં ‘જંતર-મંતર સીઝન 2’ ટૂંક સમયમાં શરૂ થવાની જાહેરાત કરી છે.

સોશિયલ મીડિયા પર ‘સીઝન 2’ની જાહેરાત

અભિજિત દિપકેએ (Abhijit Dipake) જણાવ્યું કે, ઘણા લોકો ઈન્સ્ટાગ્રામ પર ‘જંતર-મંતર સીઝન 2’ ક્યારે શરૂ થશે તે અંગે પૂછપરછ કરી રહ્યા છે. તેના જવાબમાં તેમણે કહ્યું કે આ કાર્યક્રમ હવે ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. તેમના આ નિવેદનથી CJP ફરી એકવાર દિલ્હીમાં પોતાની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓને તેજ કરવાની તૈયારીમાં હોવાના સંકેત મળ્યા છે.

Cockroach Janata Party ના સ્થાપકનો આરોપ છે કે દિલ્હીમાં પાર્ટીના સ્વયંસેવક સંમેલન માટે હોલ મેળવવામાં મુશ્કેલી ઊભી કરવામાં આવી હતી. દિપકના જણાવ્યા અનુસાર, અનેક સ્થળોએ હોલ ભાડે આપવાનો ઇનકાર કરવામાં આવ્યો અને પાછળથી ‘ઉપરથી દબાણ’ હોવાનું કારણ આપવામાં આવ્યું હતું.

Jantar Mantar Season 2: હોલ માલિકોને ધમકી મળ્યાનો આક્ષેપ

અભિજિત દિપકેએ વધુમાં દાવો કર્યો કે ભારે મુશ્કેલી બાદ CJPએ એક હોલ બુક કર્યો હતો અને તેની બુકિંગની રસીદ પણ તેમની પાસે છે. જોકે, તેમના કહેવા પ્રમાણે, કાર્યક્રમના એક દિવસ અગાઉ હોલના માલિકોને ધમકી આપવામાં આવી હતી કે જો ત્યાં CJPની બેઠક યોજાશે તો તેમના વિરુદ્ધ ગંભીર કાર્યવાહી કરવામાં આવશે.

ભાજપ સામે ગંભીર આરોપ

આ સમગ્ર ઘટનાને લઈને દિપકેએ ભાજપ પર સીધા આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે કે આ પ્રકારના દબાણ પાછળ ભાજપનો હાથ છે. જોકે, આ આરોપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને ભાજપ તરફથી પણ આ દાવાઓ અંગે તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. દિપકેએ આક્ષેપિત દબાણને લઈને કહ્યું કે આવી નાની યુક્તિઓથી CJPને ડરાવી શકાય નહીં. તેમણે એવો પણ દાવો કર્યો કે આ પ્રકારની કાર્યવાહીથી યુવાનો પ્રત્યેનો ભય સ્પષ્ટ થાય છે.

CJPના સ્થાપકની જાહેરાત બાદ હવે ‘જંતર-મંતર સીઝન 2’માં પાર્ટી કઈ રીતે આગળ વધે છે અને તેના આગામી કાર્યક્રમો શું રહેશે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે. હાલ હોલને લઈને કરવામાં આવેલા દાવાઓ અને ભાજપ સામેના આરોપો અંગે વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.


આ પણ વાંચો: ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન 14મા દિવસે, CJPનું સમર્થન; આજે વિદ્યાર્થીઓ સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો: CJPના પ્રવક્તા સૌરભ દાસના યુટ્યુબર્સ પર ગંભીર આરોપ; કહ્યું- ‘મારા ઘરની પ્રાઇવેસીનું ઉલ્લંઘન થયું

આ પણ વાંચો: CJPના પ્રદર્શન પાછળ ગુનાહિત તત્વોની એન્ટ્રીનો દાવો, દિલ્હી પોલીસની તપાસમાં મોટા ખુલાસા