CJP Spokesperson Saurabh Das Alleges Privacy Breach: : CJP (કોકરોચ જનતા પાર્ટી)ના પ્રવક્તા સૌરભ દાસે કેટલાક યૂટ્યુબર્સ અને મીડિયા ચેનલો સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનો દાવો છે કે કેટલાક લોકો તેમના નિવાસસ્થાન સુધી પહોંચી ગયા, ઘરની અંદરના દૃશ્યો જાહેર કર્યા અને તેમની ખાનગી જિંદગી તથા સુરક્ષા સાથે ચેડાં કર્યા. આ સમગ્ર ઘટનાને લઈને તેમણે સોશિયલ મીડિયા પર કડક પ્રતિક્રિયા આપી છે.
‘મારા પર હુમલો થશે તો જવાબદાર કોણ?’
સૌરભ દાસે (Saurabh Das)જણાવ્યું કે જો તેમના ઘરની માહિતી જાહેર થવાના કારણે ભવિષ્યમાં કોઈ અસામાજિક તત્વ તેમના પર હુમલો કરે છે, તો તેના માટે સંબંધિત યૂટ્યુબર્સ, સોશિયલ મીડિયા ટ્રોલ એકાઉન્ટ્સ અને સમગ્ર અભિયાનનું સંકલન કરનારા લોકો સીધા જવાબદાર રહેશે. તેમના મતે, કોઈની વ્યક્તિગત માહિતી અને રહેઠાણને જાહેર કરવું સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર બાબત છે.
🚨#SOS: Certain YouTubers and media channels have broken into my house and are showing the visuals from inside. It’s not just an invasion of my privacy but also a grave security threat for me and my family.
If anti-social elements attack me at my residence as a result of this,…
— Saurav Das (@SauravDassss) August 5, 2026
સોશિયલ મીડિયા પર પણ વ્યક્ત કર્યો રોષ
આ ઘટના પહેલા પણ સૌરભ દાસે(Saurabh Das) પોતાની પાર્ટીના નેતાઓ અને સમર્થકોને નિશાન બનાવી રહેલી સોશિયલ મીડિયા પોસ્ટ્સ અંગે વ્યંગાત્મક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે તેમની સામે ફેલાવવામાં આવતી વિવિધ વાતો એકત્ર કરવામાં આવે તો તેનાથી સમગ્ર સ્ટેન્ડ-અપ કોમેડી શો તૈયાર થઈ શકે.
કોણ છે સૌરભ દાસ?
સૌરભ દાસ(Saurabh Das) વ્યવસાયે પત્રકાર હોવાનું જણાવાય છે અને તેઓ ડેટા આધારિત તથા કાનૂની મુદ્દાઓ પર વિશ્લેષણાત્મક રિપોર્ટિંગ માટે જાણીતા છે. માહિતીના અધિકાર (RTI) કાયદાના ઉપયોગ દ્વારા તેમણે નાની ઉંમરથી જ જાહેર વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી સંબંધિત મુદ્દાઓ પર કામ કર્યું હોવાનું કહેવાય છે.

જંતર-મંતર આંદોલનમાં રહ્યા સક્રિય Saurabh Das
તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન સૌરભ દાસ(Saurabh Das) CJPના પ્રતિનિધિમંડળના મુખ્ય ચહેરા તરીકે જોવા મળ્યા હતા. તેમની સાથે પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે, નીતિ વ્યૂહરચનાકાર આશુતોષ રાંકા અને વકીલ રત્ના સિંહ પણ વિવિધ કાર્યક્રમોમાં સક્રિય રહ્યા હતા.
આ પણ વાંચો: ન પાસપોર્ટ છે, ન વિદેશ જવાના પૈસા, નીટ પરીક્ષાના સેન્ટરમાં NTA ની મોટી બેદરકારી પર ભડક્યો વિપક્ષ
આ પણ વાંચો:હું પરીક્ષા પાસ ન કરી શક્યો…, ગાઝિયાબાદમાં NEET ની તૈયારી કરતા વિદ્યાર્થીએ ફાંસો ખાધો
આ પણ વાંચો: NEET પરીક્ષાના પેપરો વિમાનો દ્વારા મોકલાશે, સુરક્ષા વ્યવસ્થા પર PM Modi ની સીધી નજર
