Entertainment News/ ‘મુસાફિર કેફે’ સીઝન 2 ની સત્તાવાર જાહેરાત: ચંદર, સુધા અને પ્રીતિની અધૂરી પ્રેમકથાનો કયો આવશે અંજામ?

નેટફ્લિક્સે લોકપ્રિય વેબ સિરીઝ ‘મુસાફિર કેફે’ ની સીઝન 2 (Musafir Cafe Season 2)ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જાણો ચંદર, સુધા અને પ્રીતિની આ અધૂરી પ્રેમકથામાં હવે કયા નવા વળાંકો આવશે અને ક્રિએટર શરણ્યા રાજગોપાલે શું ખુલાસો કર્યો.

Entertainment
Official announcement of 'Musafir Cafe Season 2'

Entertainment News : ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પ્રથમ સીઝનની ભવ્ય સફળતા બાદ દર્શકો માટે મોટા ખુશીના સમાચાર આવ્યા છે. સુપરહિટ વેબ સિરીઝ ‘મુસાફિર કેફે’ની સીઝન 2 ની (Musafir Cafe Season 2)સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ નવી સીઝન સાથે જ ચંદર, સુધા અને પ્રીતિની ભાવનાત્મક સફર (Emotional Journey), ગૂંચવાયેલા સંબંધો (Entangled Relationships)અને અધૂરા રહી ગયેલા સવાલોના જવાબો શોધવાનો નવો અધ્યાય શરૂ થશે.

માનવ સંબંધો અને પ્રેમની ઊંડી સફર

‘મુસાફિર કેફે’ માત્ર એક સામાન્ય પ્રેમકથા નથી, પરંતુ તે જટિલ પસંદગીઓ, અધૂરા સ્વપ્નો અને જીવનના એવા વળાંકોની વાત કરે છે જે માણસને અંદરથી બદલી નાખે છે. પ્રથમ ભાગમાં આ ત્રણેય પાત્રોની લાગણીઓ સાથે દર્શકો ખૂબ ઊંડાણપૂર્વક (In-depth)જોડાઈ ગયા હતા. હવે બીજી સીઝન દર્શકો સમક્ષ અનેક પ્રશ્નોના જવાબ લાવશે,

શું ચંદર પોતાના દિલમાં સાચા પ્રેમનું સ્થાન ઓળખી શકશે?

શું ચંદર અને સુધા વચ્ચેની ગેરસમજણો દૂર થઈને બંને ફરી એક થશે?

પ્રીતિ પોતાના જીવનમાં પ્રેમ અને સંબંધોના નવા અર્થને કેવી રીતે સ્વીકારશે?

દર્શકોના પ્રેમથી ભાવુક થયાં રાઇટર-ક્રિએટર શરણ્યા રાજગોપાલ

સિરીઝ (Series)ની ક્રિએટર અને લેખિકા શરણ્યા રાજગોપાલે વાપસી અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે દર્શકો તરફથી મળેલો અપરંપાર પ્રેમ તેમની અપેક્ષાઓ કરતાં પણ વિશેષ રહ્યો છે. તેમણે કહ્યું, “એવું લાગતું હતું કે દર્શકો આ પાત્રોને અલવિદા કહેવા તૈયાર નહોતા, અને અમે પણ નહોતા. આ વાર્તાનો અંત નહીં પણ નવી શરૂઆત છે. સીઝન 2 એ તમામ દર્શકો માટે એક પ્રેમપત્ર સમાન બની રહેશે.” તેમણે આ લાગણીશીલ સફરમાં પૂરો વિશ્વાસ દાખવવા બદલ નેટફ્લિક્સનો આભાર માન્યો હતો.

જાણીતી નવલકથા પરથી પ્રેરિત છે વાર્તા; દમદાર સ્ટાર કાસ્ટ

આ સિરીઝ જાણીતા લેખક દિવ્યપ્રકાશ દુબેની પ્રખ્યાત નવલકથાના પાત્રો પર આધારિત છે. તેનું નિર્દેશન રુચિર અરુણે કર્યું છે તથા નિર્માણ Terribly Tiny Tales (TTT) અને Homemade Stories ના બેનર હેઠળ થયું છે.

સિરીઝમાં દમદાર સ્ટાર કાસ્ટ જોવા મળે છે, જેમાં મુખ્ય કલાકારો:વિક્રાંત મેસી, વેદિકા પિન્ટો અને મહિમા મકવાણા અન્ય મહત્વપૂર્ણ ભૂમિકા: આદિલ હુસૈન, રાજીવ સિદ્ધાર્થ, અનુભા ફતેહપુરિયા, લવલીન મિશ્રા અને સાદિયા સિદ્દીકી..હવે તમામ ચાહકોની નજર સીઝન 2 પર છે કે શું આ ત્રણેય પાત્રોની અધૂરી પ્રેમકથા કોઈ સુખદ અંત સુધી પહોંચશે કે ફરી કોઈ નવો વળાંક લેશે.


આ પણ વાંચો :‘બિગ બોસ 20’ નો ધમાકેદાર પ્રોમો આઉટ, સલમાન ખાને ઘોડા પર કરી ગ્રાન્ડ એન્ટ્રી

આ પણ વાંચો :‘સાથે સૂઈશ, પણ કામ નહીં આપું…’ આંચલ ખુરાનાનો બોલિવૂડની કડવી હકીકત પર ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો :બોલીવુડ અભિનેત્રી તબુ પહોંચી દિલ્હી હાઈકોર્ટ; જાણો શું હતું કારણ!