Telangana News: દક્ષિણની પ્રખ્યાત અભિનેત્રી રાન્યા રાવ (Ranya Rao) આ દિવસોમાં સોનાની તસ્કરી (Gold Smuggling)ના કેસને કારણે હેડલાઇન્સમાં છે. તેને DRIને પાંચ પાનાનો પત્ર લખીને પોતાને નિર્દોષ જાહેર કરી છે. પત્રમાં અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે અને કહ્યું કે તેને આ કેસમાં બળજબરીથી ફસાવવામાં આવી છે.
પત્રમાં લખ્યું છે કે તેને ખુલાસો કરવાની કોઈ તક આપ્યા વિના ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. તેણે દાવો કર્યો હતો કે પૂછપરછ દરમિયાન DRI અધિકારીઓએ તેનું શારીરિક શોષણ કર્યું, તેમજ 10 થી 15 થપ્પડ માર્યા હતા. અભિનેત્રીએ લખ્યું છે કે તેને 50 ટાઇપ કરેલા અને 40 કોરા પાના પર સહી કરવાની ફરજ પાડવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે અધિકારીઓએ તેમના પિતાનું નામ જાહેર કરવાની ધમકી આપી હતી, ભલે તેમને આ બાબત સાથે કોઈ લેવાદેવા ન હતી.
રાન્યાએ દાવો કર્યો હતો કે તેની અટકાયત દરમિયાન તેને યોગ્ય રીતે સૂવા દેવામાં આવી ન હતી અને ન તો તેને યોગ્ય ભોજન આપવામાં આવતું હતું. તેમના મતે, કેટલાક અધિકારીઓ વાસ્તવિક ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેને જાણી જોઈને ફસાવવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલાની અસર કર્ણાટક પોલીસ પ્રશાસન પર પણ પડી છે. રાજ્ય સરકારે કર્ણાટક પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના વરિષ્ઠ IPS અધિકારી અને DGP કે રામચંદ્ર રાવને ફરજિયાત રજા પર મોકલી દીધી છે.
રાન્યા રાવના પત્ર પછી આ મામલાએ નવો વળાંક લીધો છે. હવે જોવાનું એ રહે છે કે તપાસ એજન્સીઓ આ અંગે શું પ્રતિક્રિયા આપે છે અને અભિનેત્રીને રાહત મળશે કે નહીં. રાન્યા રાવે DRI ને અપીલ કરી છે કે તેઓ કસ્ટડીમાં આપેલા તેમના નિવેદનો પર વિશ્વાસ ન કરે. કારણ કે તેઓ દબાણ હેઠળ હતા. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ મામલે આગળ શું પગલાં લેવામાં આવે છે અને શું અભિનેત્રી ખરેખર આ કેસમાં નિર્દોષ છે કે નહીં.
આ પણ વાંચો: ‘કસ્ટડીમાં મને થપ્પડ મારવામાં આવી, ભૂખી રખાઈ…’ રાન્યા રાવે DRI અધિકારીઓ પર ફરી ગંભીર આરોપ લગાવ્યા
આ પણ વાંચો: સોનાની દાણચોરી કેસમાં કોર્ટે જામીન અરજી ફગાવી, રાન્યા રાવ જેલમાં જ રહેશે