Ahmedabad News : અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી સાથે અટપલાની ઘટનાને પગલે ચકચાર મચી છે. જેમાં 13 વર્ષીય કિશોરી સાથે શિક્ષક દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તપાસમાં સરકારી શિક્ષક દ્વારા અડપલા કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદને પગલે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
જેમાં સંગીતના શિક્ષક દ્વારા કિશોરી સાથે અડપલા કરાયા હતા. આરોપી રણછોડ રબારી નામના શિક્ષક અડપલા કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તે સિવાય આરોપી રણછોડ રબારી સંગીતના બહાને વિધાર્થીની સાથે અડપલા કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
આ અંગે દીકરીની માતાને ફરિયાદ કરતા મામલો સામે આવ્યો હતો. પોલીસે આ કેસમાં આરોપી સામે પોક્સોની ગુનાની કલમ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા, સમાધાનને બહાને બોલાવી ગળે અસ્ત્રો મારી દીધો
આ પણ વાંચો:અમદાવાદમાં બોક્સ ક્રિકેટ પર નિયમોનો શરૂ,સુરતની દુર્ઘટના બાદ AMCએ તૈયાર કરી ડ્રાફ્ટ પોલિસી
આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ વધુ તીવ્ર, AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રાથમિક અહેવાલ સોંપ્યો
