Breaking News/ અતીક અહેમદના પુત્ર અબાન અહેમદનું માર્ગ અકસ્માતમાં મોત, ઝાંસી જેલમાં ભાઈને મળવા જતા હાઈવે પર સર્જાયો અકસ્માત

માફિયા અતીક અહેમદના પુત્ર અબાન અહેમદનું ઝાંસી-કાનપુર હાઈવે પર માર્ગ અકસ્માતમાં મોત થયું છે. મોટા ભાઈને જેલમાં મળવા જતાં કાર ડિવાઈડર સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

Top Stories India Breaking News
માફિયા Atiq Ahmed Sonનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

Breaking News: માફિયા અતીક અહેમદના પરિવારને વધુ એક આઘાતજનક ઘટના સામે આવી છે. અતીક અહેમદના 21 વર્ષીય પુત્ર અબાન અહેમદનું ઝાંસી-કાનપુર હાઈવે પર થયેલા માર્ગ અકસ્માતમાં મોત થયું છે. અકસ્માત સમયે તે પોતાના મોટા ભાઈ અલી અહેમદને ઝાંસી જેલમાં મળવા જઈ રહ્યો હતો.

પ્રાણીને બચાવવાના પ્રયાસમાં કાર બેકાબૂ બની

પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. મુસાફરી દરમિયાન હાઈવે પર અચાનક એક પ્રાણી આવી ગયું હતું. તેને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ ગઈ.અકસ્માત એટલો ગંભીર હતો કે કારને ભારે નુકસાન પહોંચ્યું અને તેમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.

બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત

અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કારમાં ફસાયેલા પાંચેય લોકોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા હતા.હોસ્પિટલમાં ડોક્ટરોએ અબાન અહેમદ અને તેના મિત્ર સોનુને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઉમર અહેમદ, મોહમ્મદ ઝૈદ અને અસલમને ઈજાઓ પહોંચતાં તેમની સારવાર ચાલી રહી છે.

ઝાંસી-કાનપુર હાઈવે પર થયો અકસ્માત

પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત ગુરુવારે સવારે આશરે 10:30 વાગ્યે ઝાંસી-કાનપુર હાઈવે પર પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે થયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:અતીકની સંપતિ સમજીને તોડી પડાઈ, સુપ્રીમ કોર્ટે UP સરકારને કહ્યું – તમારા ખર્ચે તેને ફરીથી બનાવીશું

આ પણ વાંચો:યુપીમાં આતંક ફેલાવનારા ડોન મુખ્તાર અંસારી અને અતીક અહેમદનો આવ્યો અંત, બંને માફિયાઓની પત્નીઓ ફરાર

આ પણ વાંચો:અતીક, મુખ્તાર બાદ હવે જીવા મહેશ્વરીની પત્ની પાયલ પણ બની મોસ્ટ વોન્ટેડ, આટલા હજારનું ઈનામ જાહેર