Today Special/ મા આપણને જન્મ આપીને આ દુનિયામાં લાવે છે…આજે 11 એપ્રિલ…માતાઓને સમર્પિત ‘નેશનલ સેફ મધરહુડ ડે’…

ગર્ભાવસ્થાથી લઇને પ્રસૂતિ સુધીની યાત્રામાં આજના આધુનિક યુગમાં પણ કેટલીયે મહિલાઓ પોતાનો જીવ ગુમાવે છે! National Safe Motherhood Day 2026 નો હેતુ…

Trending Health & Fitness Lifestyle
National Safe Motherhood Day 2026, શિશુ, માતા, ગર્ભાવસ્થા, આરોગ્ય

Today Special: ભારતમાં દર વર્ષની જેમ ‘રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ’ (National Safe Motherhood Day 2026) 11 એપ્રિલના રોજ મનાવવામાં આવશે. એનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓની ગર્ભાવસ્થા, પ્રસૂતિ અને પ્રસવોત્તર સ્વાસ્થ્યની ઉચિત સંભાળ સુનિશ્ચિત કરવાનો અને માતાઓના પ્રસવ દરમિયાન થતા મૃત્યુદરને ઓછો કરવાનો છે.

ભારત સરકાર દ્વારા વર્ષ 2003માં કસ્તૂરબા ગાંધીના જન્મદિવસ 11 એપ્રિલ (11 April)ને ‘નેશનલ સેફ મધરહુડ ડે’ ના રુપમાં જાહેર કરવામાં આવ્યો હતો.

National Safe Motherhood Day 2026, શિશુ, માતા, ગર્ભાવસ્થા, આરોગ્ય

‘રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ’ (National Safe Motherhood Day 2026)નો ઉદ્દેશ્ય

આ વિશેષ દિવસ ગર્ભવસ્થા (Pregnancy) પ્રત્યે જાગૃતિવર્ધનનો અવસર છે. ગર્ભવતી મહિલાઓ માટે સ્વાસ્થ્ય સેવાઓને ઉપલબ્ધ કરાવવી અને સંસ્થાગત પ્રસવ (Institutional Delivery)ને ઉત્તેજન આપવાનો છે. આ ઉપરાંત, મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન થતા એનિમિયાને અટકાવવો, યોગ્ય પોષણ અને ઉચિત સમય પર સારવાર (Anemia, Nutrition and Treatment) પ્રત્યે જાગૃત કરવાનો છે.

 

આ વિશેષ દિવસનો ઇતિહાસ (History)

કસ્તૂરબા ગાંધી (Kasturba Gandhi)એ પોતાનું સમગ્ર જીવન મહિલાઓ અને બાળકોના કલ્યાણ માટે સમર્પિત કરી દીધું હતુ. આથી એમની જન્મ જયંતિ (Birth Day)એ આ વિશેષ દિવસ મનાવવાનું નિર્ધારીત કરવામાં આવ્યું હતુ. ભારત સરકાર (Indian Government) દ્વારા વર્ષ 2003માં કસ્તૂરબા ગાંધીના જન્મદિવસ 11 એપ્રિલને ‘નેશનલ સેફ મધરહુડ ડે’ ના રુપમાં જાહેર કરવામાં આવ્યો હતો.

National Safe Motherhood Day 2026, શિશુ, માતા, ગર્ભાવસ્થા, આરોગ્ય

આજે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત દર મહિનાની 9 તારીખે સરકારી આરોગ્ય કેન્દ્રો પર ગર્ભવતી મહિલાઓને નિ:શુલ્ક તપાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ દિવસ ગર્ભાવસ્થા દરમિયાન ઉદ્ભવતા જોખમોને ઓછા કરવા માટે અને દરેક માતા તથા નવજાત શિશુ (Newborn Baby)ના સુરક્ષિત ભવિષ્ય માટેનું એક મહત્વપૂર્ણ અભિયાન છે. આ અભિયાનની શરુઆત ‘વ્હાઇટ રિબન એલાયન્સ ઇન્ડિયા’ (White Ribbon Alliance India, WRAI) દ્વારા કરવામાં આવી હતી.

નવજાત શિશુના જન્મના કેટલાક અઠવાડિયા અગાઉથી ગર્ભવતી મહિલા (Pregnant Woman)ની વિશેષ સંભાળ લેવી આવશ્યક છે. આથી આ દિવસ ખાસ કરીને એવી માતૃત્વમાં પગલા માંડતી ભારતીય સ્ત્રીઓની ખાસ સંભાળ રાખવાનું આહ્વાન કરે છે. આને સિમ્પલ શબ્દોમાં કહીએ તો, પ્રેગનન્સી અને બાળકને જન્મ આપવા દરમિયાન, કોઇ પણ મહિલાનું મૃત્યુ ન નીપજતુ અટકાવવું એ આ વિશેષ દિવસનો મૂળ હેતુ છે.

WRAI ના અનુરોધ બાદ, મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના ધર્મપત્ની કસ્તૂરબા ગાંધીની વર્ષગાંઠ 11 એપ્રિલના રોજ આ દિવસ મનાવવાની ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી આજ સુધી દર વર્ષે ‘રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ’ મનાવવામાં આવી રહ્યો છે.

National Safe Motherhood Day 2026, શિશુ, માતા, ગર્ભાવસ્થા, આરોગ્ય

‘રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ 2026’ની થીમ

અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસોની જેમ જ આ દિવસને પણ દર વર્ષે એક વિશેષ વિષય અર્થાત્ થીમ (Theme) સાથે મનાવવામાં આવે છે.

વર્ષ 2026ની આ થીમ ગ્રામીણ અને સ્વાસ્થ્ય સુવિધાઓથી વંચિત છેવાડાની મહિલાઓ માટે પણ ગર્ભાવસ્થા દરમિયાન આરોગ્ય સંભાળની પહોંચને સુદ્રઢ બનાવવાને પ્રાથમિકતા પ્રદાન કરે છે.

“Holding Ground on Maternal Health”

અર્થાત્

“માતૃત્વ સ્વાસ્થ્ય પર આધાર રાખવો”

National Safe Motherhood Day 2026, શિશુ, માતા, ગર્ભાવસ્થા, આરોગ્ય

ભારતની શું સ્થિતિ છે?

ભારત (India)માં માતાઓનો મૃત્યુદર વર્ષ 2000માં 384 જેટલો હતો જે ઘટીને વર્ષ 2020માં 103 થઇ ગયો છે જે એક સારી બાબત તો છે પણ, સતત વિકાસ લક્ષ્ય 2030 હેઠળ માતૃ મૃત્યુ દરને હજુ પણ ઘટાડવાની તાતી આવશ્યકતા છે.

આ રીતે ભારત માતૃ સ્વાસ્થ્યના વિષય અંગે એક દિવસ સમર્પિત કરનાર અગ્રણી રાષ્ટ્ર બની ચૂક્યું છે જેણે વૈશ્વિક જાગૃતિ અને કાર્યવાહી માટે એક મિસાલ કાયમ કરી છે!

વર્ષ 2025ના આંકડાને જોઇએ તો, વિકાસ લક્ષ્ય 3.1 અનુસાર, વર્ષ 2030 સુધીમાં પ્રતિ એક લાખ જીવિત શિશુઓને જન્મ આપવા દરમિયાન થતા માતૃ મૃત્યુદર (Mothers’ Death Rate)ને 70 ટકા સુધી નીચો લાવવાનું છે.

National Safe Motherhood Day 2026, શિશુ, માતા, ગર્ભાવસ્થા, આરોગ્ય

વિશ્વમાં દર વર્ષે ત્રણ લાખ મહિલાઓના મૃત્યુ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના આંકડા અનુસાર, દુનિયાભરમાં હાલ પણ દર વર્ષે 3,00,000 જેટલી મહિલાઓ ગર્ભાવસ્થા સંબંધિત જટિલતાઓના કારણે અંતિમ શ્વાસ લે છે!

અંતે નિષ્કર્ષ એ છે કે, માતા જ આપણને જન્મ આપીને આ દુનિયામાં લાવે છે, પાલન-પોષણ કરે છે, જીવન જીવવાની રીતભાત શીખવે છે…પરંતુ આ પદ નિભાવવું સરળ નથી! કરુણતા એ છે કે, ગર્ભાવસ્થાથી લઇને પ્રસૂતિ સુધીની યાત્રામાં આજના આધુનિક યુગમાં પણ કેટલીયે મહિલાઓ પોતાનો જીવ ગુમાવે છે!


આ પણ વાંચો: આ કેવળ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા નથી…આ છે ન્યૂરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર…આજે 2 એપ્રિલ… ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’…

આ પણ વાંચો: લેન્ડમાઇન્સ અને યુદ્ધના વિસ્ફોટક અવશેષોનું તોળાઇ રહેલું વૈશ્વિક જોખમ…આજે 4 એપ્રિલ..’ઇન્ટરનેશનલ ડે ઑફ માઇન અવેરનેસ’…

આ પણ વાંચો: ‘વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન’ (WHO)નો સ્થાપનાદિન 7 એપ્રિલના રોજ…આજે છે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’…