Not Set/ અજય દેવગને આપી નવા વર્ષની ભેટ, ફોટો જોઈ રહી જશો દંગ

મુંબઇ, નવા વર્ષની શરૂઆત થતા જ બોલિવૂડથી ગીફ્ટ મળવાના શરૂ થઇ ગયા છે. જેમાં બાજી મરી ગયેલ રણવીર  સિંહ જેમને વર્ષના પહેલા દિવસે તેમની ફિલ્મ ‘ગલી બોય’નું પોસ્ટર રિલીઝ જ કર્યું છે. આ પછી અજય દેવગન પણ મેદાનમાં ઉતર્યા છે. 1 જાન્યુઆરીએ જ તેમણે તેમના આવનારી ફિલ્મ ‘તાનાજી’ નું પોસ્ટર રિલીઝ કર્યું. ફિલ્મના દિગ્દર્શક ઓમ […]

Trending Entertainment

મુંબઇ,

નવા વર્ષની શરૂઆત થતા જ બોલિવૂડથી ગીફ્ટ મળવાના શરૂ થઇ ગયા છે. જેમાં બાજી મરી ગયેલ રણવીર  સિંહ જેમને વર્ષના પહેલા દિવસે તેમની ફિલ્મ ‘ગલી બોય’નું પોસ્ટર રિલીઝ જ કર્યું છે. આ પછી અજય દેવગન પણ મેદાનમાં ઉતર્યા છે.

1 જાન્યુઆરીએ જ તેમણે તેમના આવનારી ફિલ્મ ‘તાનાજી’ નું પોસ્ટર રિલીઝ કર્યું. ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉતે પોસ્ટર તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું. પોસ્ટરમાં અજય હવામાં લટકેલા જોવા અમલી રહ્યા  છે. તેમનો ચહેરો ઢંકાયેલો છે અને માત્ર તેમની આંખો દેખાય છે. આ આંખો જ તમને તેમની તરફ આકર્ષિત કરે છે. એવું લાગે છે કે અજય દેવગન સીધા તમને જ જોઈ રહ્યા છે.

અજય દેવગનનો મરાઠી યોદ્ધાવાળો લૂક ખુબ જ પ્રભાવશાળી લાગે છે. સાથે સાથે પોસ્ટરની વીએફએક્સ પણ શાનદાર છે. તેનાથી તમે અનુમાન કરી શકો છો કે આ ફિલ્મ ટેક્નિકલી કેટલી મજબૂત હશે. એ તો આવનારા સમયમાં જ જોવા મળશે. પરંતુ આ ફિલ્મ વીએફએક્સ સિવાય પણ એક અન્ય વસ્તુ માટે ખૂબ જ ખાસ છે.

આ ફિલ્મ દ્રારા સૈફ અલી ખાન અને અજય દેવગન એક વારફરી ફિલ્મ સાથે જોવા મળશે. છેલ્લે તેઓ ‘ઓંકાર’ માં સાથે દેખાયા હતા. જણાવા મળી રહ્યું છે કે સૈફ આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળે છે. હવે જો તમે આ જોડીમાં જોવાની રાહ જોઈ રહ્યા છો તો તમારે દિવાળી સુધી રોકાવું પડશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાની છે.

Image result for taanaji ajay devgn