Today Special: દુનિયાભરમાં પ્રત્યેક વર્ષે 4 એપ્રિલના રોજ ‘આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ’ (International Mine Awareness Day 2026, 4 April) મનાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય બારુદી સુરંગો અર્થાત્ લેન્ડમાઇન્સ અને યુદ્ધના વિસ્ફોટક અવશેષો (Landmines and Explosive remnants of War)થી થનારા જોખમો વિશે જાગૃતિ વધારવાનો છે.

આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ (International Mine Awareness Day 2026)નો ઉદ્દેશ્ય
આ દિવસ વૈશ્વિક રીતે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે, પીડિતોની સહાયતા માટે અને બારુદી સુરંગો હટાવવાના પ્રયત્નોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે.
બારુદી સુરંગોના જોખમ (Landmines Risk)થી નાગરિકોની સુરક્ષા કરવી અને યુદ્ધ પ્રભાવિત ક્ષેત્રોમાં તેમના પુનર્વસન અને સ્વચ્છતા કાર્યોને ગતિ પ્રદાન કરવી એ આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આ દિવસ એવા ખતરનાક ક્ષેત્રોને ચિન્હિત કરવા પર કેન્દ્રિત છે કે, જ્યાં બારુદી સુરંગોથી હજુ પણ સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય અને જીવન માટે ગંભીર જોખમ તોળાઇ રહ્યું છે.
વર્ષ 1997 માં સ્થાપિત ‘સંયુક્ત માઇન એક્શન સર્વિસ’ શાંતિ આભિયાનોનું સમર્થન કરવા અને ખાણ, યુદ્ધ વિસ્ફોટક અવશેષો અને વિસ્ફોટક ઉપકરણોથી ઉપજનારા સંભવિત જોખમોને સમાપ્ત કરવાનું કાર્ય કરે છે.

યુદ્ધ વિસ્ફોટક અવશેષો અને વિસ્ફોટક ઉપકરણોથી વૈશ્વિક સંકટ
નાગરિકોની સુરક્ષા, સ્વાસ્થ્ય અને જીવન માટે ગંભીર જોખમો પૈદા કરતી બારુદી સુરંગો રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે સામાજીક અને આર્થિક વિકાસમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે.
આવા તરત વિસ્ફોટ થાય એવા ઉપકરણોનો ઉપયોગ આજે વધી ગયો છે જેથી સામાન્ય નાગરિકોમાં એક ભય પ્રવર્તી રહ્યો છે અને એ ઉપરાંત, માનવીય સહાયતા સંગઠનો અને સંયુક્ત રાષ્ટ્રના મિશનકર્મીઓ (United Nations Missionary) અને અન્ય સેવાદળના સભ્યો માટે જોખમ પેદા થવા પામ્યું છે!
સશસ્ત્ર સંઘર્ષોનું પરિણામ છે, બારુદી સુરંગો, યુદ્ધના વિસ્ફોટક અવશેષો અને ઉપકરણો..જે સતત ઇજા અને મૃત્યુ (Injury or Death)ના કારણરુપ બની શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, પ્રત્યેક કલાકે એક વ્યક્તિ વિસ્ફોટક ઉપકરણથી મૃત્યુ પામે છે અથવા તો ઘાયલ થાય છે! અને કરુણતા એ છે કે, આ ઘાયલોમાં નાના નિર્દોષ બાળકો (Children) પણ સામેલ હોય છે!

આ વિશેષ દિવસનો ઇતિહાસ (History)
બારુદી સુરંગોના જોખમને ધ્યાનમાં લેતા 8 ડિસેમ્બર 2005 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દ્વારા 4 એપ્રિલને આ ખાસ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જેને પ્રથમ વાર વર્ષ 2006 માં મનાવવામાં આવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર માઇન એક્શન સર્વિસ (UNMAS) આ દિશામાં વૈશ્વિક સ્તરે સમન્વય અને કાર્ય કરે છે. આ વિશેષ દિવસ વિશ્વભરના હિંસા પ્રભાવિત ક્ષેત્રોમાં વસનારા લોકો માટે એક સુરક્ષિત વાતાવરણ બનાવવા માટે વિભિન્ન દેશોની સરકારો અને સંસ્થાઓને સંગઠિત થવા માટે પ્રેરિત કરે છે.
આ વિશેષ દિવસના ઇતિહાસ વિશે જોઇએ તો વર્ષ 1980માં આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સમિતિ (International Committee of the Red Cross) દ્વારા પ્રથમ વાર જ બારુદી સુરંગોના જોખમ વિશે જાગૃતિ વધારવા માટે આ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ, વર્ષ 2005માં UN મહાસભાએ અધિકૃત રીતે 4 એપ્રિલને ‘ઇન્ટરનેશનલ ડે ઑફ માઇન અવેરનેસ’ ના રુપમાં જાહેર કર્યો હતો.
‘આંતરરાષ્ટ્રીય સીમા સુરક્ષા આયોગ’ વર્ષ 1970ના દાયકાના ઉત્તરાર્ધથી જ જમીનોમાં બિછાવાયેલી બારુદી સુરંગોના જોખમ વિશેની જાગૃતિવર્ધન માટે કાર્ય કરી રહ્યાં હતા અને એ માટે ઘણા વર્ષો સુધી પ્રયાસરત હતું.
અંતે, 8 ડિસેમ્બર 2005ના રોજ યુએન મહાસભાએ આ દિવસને 4 એપ્રિલે મનાવવાની ઘોષણા કરી હતી.

‘આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ’નું થીમ
‘ઇન્ટરનેશનલ ડે ઑફ માઇન અવેરનેસ’નું વર્ષ 2026નું થીમ છે…
‘Invest in Peace, Invest in Mine Action’
અર્થાત્
‘શાંતિમાં રોકાણ કરો, ખાણ કાર્યવાહીમાં રોકાણ કરો’

આ વિષય અંતર્ગત નિષ્કર્ષ એ છે કે, બારુદી સુરંગો પ્રત્યે જાગૃતિ અને એના જોખમોથી છૂટકારો મેળવવા માટે ભૂમિ અને અંધાધૂંધ હથિયારોના ભયથી મુક્ત થઇને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ જીવન જીવવા માટેના પ્રયાસો કરવા અંગે સૌને આહ્વાન કરવામાં આવે છે.
આ પણ વાંચો: આ કેવળ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા નથી…આ છે ન્યૂરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર…આજે 2 એપ્રિલ… ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’…
