sports news/ CWG 2026: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની નવી મેડલ મિશન, અત્યાર સુધી જીત્યા છે 564 મેડલ

India Commonwealth Games: 23 જુલાઈથી શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતની નજર વધુમાં વધુ મેડલ જીતવા પર છે. જાણો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો અત્યાર સુધીનો મેડલ ઇતિહાસ, 2010નું શ્રેષ્ઠ પ્રદર્શન અને આ વખતે કયા ખેલાડીઓ પર રહેશે સૌની નજર.

Sports Trending
India Commonwealth Games: ભારતનું મેડલ મિશન શરૂ

Commonwealth Games 2026: સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 23 જુલાઈથી કોમનવેલ્થ (India Commonwealth Games) ગેમ્સ 2026નો પ્રારંભ થઈ રહ્યો છે. આ મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટમાં 74 દેશોના 3,000થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 10 રમતોમાં કુલ 215 મેડલ ઇવેન્ટ્સ યોજાનાર છે, જેમાં ભારતીય ખેલાડીઓ પાસેથી પણ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ભારતનો કોમનવેલ્થ ગેમ્સમાં 19મો દેખાવ

ભારતીય ટીમ આ વખતે કોમનવેલ્થ (India Commonwealth Games) ગેમ્સમાં પોતાનો 19મો દેખાવ નોંધાવી રહી છે. લગભગ 125 ભારતીય ખેલાડીઓની ટુકડી ગ્લાસગો પહોંચી ચૂકી છે અને વિવિધ રમતોમાં દેશ માટે વધુમાં વધુ મેડલ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના નામે 564 મેડલ

કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં (India Commonwealth Games) ભારત અત્યાર સુધી કુલ 564 મેડલ (India Medal Tally CWG) જીતી ચૂક્યું છે. તેમાં 203 ગોલ્ડ, 190 સિલ્વર અને 171 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. વર્ષો દરમિયાન ભારતે અનેક રમતોમાં સતત સફળતા મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂત ઓળખ ઉભી કરી છે.

2010માં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

ભારતનું કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2010માં નોંધાયું હતું. તે વખતે ભારતીય ખેલાડીઓએ કુલ 101 મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ આજે પણ ભારતના કોમનવેલ્થ ગેમ્સના સૌથી સફળ અભિયાન તરીકે યાદ કરવામાં આવે છે.

આ વખતે મેડલ સંખ્યા પર પડી શકે અસર

2026ની આવૃત્તિમાં કેટલીક એવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જેમાં ભારત પરંપરાગત રીતે મજબૂત રહ્યું છે. તેના કારણે આ વખતે ભારતની કુલ મેડલ સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમ છતાં ભારતીય ખેલાડીઓ પાસેથી સ્પર્ધાત્મક પ્રદર્શનની આશા છે.

આ સ્ટાર ખેલાડીઓ પર રહેશે સૌની નજર

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ચાહકોની નજર લવલીના બોર્ગોહેન, મીરાબાઈ ચાનુ, મુરલી શ્રીશંકર અને નીરજ ચોપરા (Neeraj Chopra CWG) જેવા સ્ટાર ખેલાડીઓ પર રહેશે. આ ખેલાડીઓ અગાઉ આંતરરાષ્ટ્રીય મંચ પર સતત સફળતા મેળવી ચૂક્યા છે અને આ વખતે પણ ભારત માટે મેડલ જીતવાના દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

ભારતની નજર વધુ એક સફળ અભિયાન પર

ભારતીય ટુકડી આ વખતે વધુમાં વધુ મેડલ જીતીને દેશનું ગૌરવ વધારવાનો પ્રયાસ કરશે. ચાહકોને આશા છે કે ભારતીય ખેલાડીઓ ગ્લાસગોમાં શાનદાર પ્રદર્શન કરીને કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં વધુ એક યાદગાર અધ્યાય ઉમેરશે.


આ પણ વાંચો: IND vs ZIM: વૈભવ સૂર્યવંશીની તોફાની ફિફ્ટીથી ભારતનો વિજય, ઝિમ્બાબ્વેને 7 વિકેટે હરાવી શ્રેણીમાં 1-0ની લીડ

આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ 2026: ગ્લાસગોમાં ભારતીય ખેલાડીઓ રચશે ઈતિહાસ; જાણો 126 એથ્લીટ્સનું સંપૂર્ણ શેડ્યૂલ

આ પણ વાંચો: હોકી વર્લ્ડ કપ 2026:  ભારતીય ટીમની જાહેરાત, હરમાનપ્રીત સિંહને કમાન; 4 અનુભવી ખેલાડીઓ ડ્રોપ