પટના,
૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. આ દરમિયાન દેશની તમામ વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરાયો હતો જયારે નીતિશ કુમારે પીએમ મોદીના આ નિર્ણયને ભરપૂર સમર્થન કર્યું હતું.
પરંતુ હવે વર્તમાન ભાજપ-જેડીયુ સરકારના મુખ્યમંત્રી અને NDA સાથી નીતિશ કુમારે હવે અચાનક યુ-ટર્ન લીધો છે અને નોટબંધી સામે હવે સવાલો ઉભા કર્યાં છે.
શનિવારે આયોજિત એક પ્રોગ્રામમાં બેન્કોને જવાબદાર ઠેરવતા બિહારના મુખ્યમંત્રીએ કહ્યું, “બેંકોની ભૂમિકાના કારણે નોટબંધીનો જેટલો લાભ દેશના લોકોને મળવો જોઈતો હતો, એટલો મળ્યો નથી”.
પટનામાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા નીતિશ કુમારે જણાવ્યું, “દેશના વિકાસ માટે સરકાર જે રૂપિયા પ્રાપ્ત કરાવે છે, તે ધનરાશિના યોગ્ય વહેચણી માટે બેન્કોએ પોતાની સિસ્ટમને વધુ મજબૂત બનાવવી પડશે. બેંક ઓટોનોમસ છે, ઉપરથી લઇ નીચે સુધી તેઓએ તમામ વસ્તુઓ પર નિગરાની રાખવી પડશે”.
દેશની પ્રગતિમાં બેંકોની મોટી ભૂમિકા હોય છે
I was a supporter of demonetization,but how many benefited from the move? Some people were able to shift their cash from one place to another: Bihar CM Nitish Kumar (26.5.18) pic.twitter.com/yrLkHRQqAi
— ANI (@ANI) May 27, 2018
બિહારના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, “આ પહેલા નોટબંધીનો સમર્થક હતો પરંતુ તેનો કેટલો લાભ લોકોને મળ્યો ? કેટલાક લોકો પોતાના પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી નાખ્યા. પરંતુ દેશની પ્રગતિમાં બેંકોની મોટી ભૂમિકા હોય છે. બેંકોનું કામ માત્ર જમા, લોન આપવાનું કે લેવડ દેવડનું જ નથી, પરંતુ એક એક યોજનાઓમાં બેંકોની ભૂમિકા મહત્વપૂર્ણ બની ગઈ છે”.
દેશની બેન્કિગ પ્રણાલીમાં છે સુધારાની જરૂરત
You(banks) are very particular in recovering debts from small people but what about those powerful people who take loans & disappear?Its surprising that even the highest officers are unaware.Banking system needs reform, I am not criticizing,I am concerned:Nitish Kumar (26.5.18) pic.twitter.com/tnXyZZeLUG
— ANI (@ANI) May 27, 2018
પટનામાં રાજ્યસ્તરીય બેંકર્સ સમિતિ દ્વારા આયોજિત સમીક્ષા બેઠકને સંબોધતા તેઓએ ઉમેર્યું, “બેન્કોને દેશના સામાન્ય કે નાના લોકોને લોન આપવાની થાય ત્યારે તમે વિશિષ્ટ બની જાવ છો, પરંતુ જયારે એવા શક્તિશાળી લોકોનું શું જેઓ લોન લઈને રફુચક્કર થઈ જાય છે ?. આ ખુબ જ આશ્ચર્યજનક છે કે, બેંકોના ટોચના અધિકારીઓને પણ આ બાબતની જાણ સુધી હોતી નથી. જેથી બેંકિંગ સિસ્ટમમાં સુધારની જરૂર છે. હું કઈં ટીકા નથી કરી રહ્યો, પણ તેને વ્યક્ત કરી રહ્યો છું”.
૨૦૧૬માં નીતિશ કુમારે કરી હતી પ્રશંસા
મહત્વનું છે કે, વર્ધ ૨૦૧૬માં જયારે દેશભરમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી ત્યારે વર્તમાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર NDA ગઠબંધનના સાથી ન હતા, પરંતુ આ સમયે તેઓએ પીએમ મોદીના આ નિર્ણયને ભરપૂર સમર્થન કર્યું હતું અને પ્રશંસા કરી હતી.
