Today Special: દર વર્ષે 7 એપ્રિલના રોજ દુનિયાભરમાં ‘વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’ (World Health Day 2026) મનાવવામાં આવે છે અને એનો ઉદ્દેશ્ય લોકોને એક બહેતર જીવનશૈલી અપનાવવા માટેની પ્રેરણા આપીને પોતાને અને પોતાની આસપાસના લોકોને સ્વાસ્થ્ય અંગે જાગૃત કરવાનો છે.

દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે અને એનો ઉદ્દેશ્ય લોકોને એક બહેતર જીવનશૈલી અપનાવવા માટેની પ્રેરણા આપીને પોતાના અને પોતાની આસપાસના લોકોને સ્વાસ્થ્ય અંગે જાગૃત કરવાનો છે. અહિં એ ઉલ્લેખનીય છે કે, આ વિશેષ દિવસ વર્ષ 1948માં ‘વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન’ (WHO)ની સ્થાપનાની સ્મૃતિમાં મનાવવામાં આવે છે. આ વિશેષ અવસર પર જાણીએ, શું છે આ દિવસનો ઇતિહાસ, થીમ અને મહત્વ…

‘વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’નો ઇતિહાસ (History of World Health Day)
‘વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’ એ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સાથે સંલગ્ન મહત્વપૂર્ણ સમસ્યાઓ પર ચર્ચા કરવા, સમાધાન દર્શાવવા અને જાગૃતિ વધારવા માટેનું એક સશક્ત માધ્યમ છે.
આ ખાસ દિવસ વ્યક્તિને ઉત્તમ સ્વાસ્થ્યના મહત્વનો અહેસાસ કરાવે છે. સૌપ્રથમ વખત ‘વર્લ્ડ હૅલ્થ ડે’ને વર્ષ 1950માં મનાવવામાં આવ્યો હતો પરંતુ, એની શરુઆત તો વર્ષ 1948માં થઇ હતા કારણ કે, આ દિવસે ‘વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન’ ની સ્થાપના કરવામાં આવી હતી. એનો મૂળ હેતુ હતો, વિશ્વભરના લોકોને બીમારીઓના ભોગ થતા અટકાવવા, સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી (Healthy Lifestyle) અપનાવવા પ્રેરિત કરવા અને સૌ કોઇને સ્વાસ્થ્ય સુવિધાઓ અંગે જાગૃત કરવાનો…
WHOનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા શહેર (Geneva, Switzerland)માં છે. એની સ્થાપના સમયે, કુલ 61 દેશોએ એના સંવિધાન પર હસ્તાક્ષર કર્યા હતા અને એની પ્રથમ બેઠક 24 જુલાઇ, 1948 ના રોજ થઇ હતી.

‘વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’નું મહત્વ (Importance of World Health Day)
દર વર્ષે 7 એપ્રિલના રોજ ‘વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’ મનાવવામાં આવે છે અને એનો ઉદ્દેશ્ય લોકોને એક બહેતર જીવનશૈલી અપનાવવા માટેની પ્રેરણા આપીને પોતાના અને પોતાની આસપાસના લોકોને સ્વાસ્થ્ય અંગે જાગૃત કરવાનો છે.
‘વર્લ્ડ હૅલ્થ ડે’ ઉજવવાનો હેતુ દુનિયાભરના લોકોને એમની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ (Physical Health & Mental Health) અંગે સાવચેત કરવાનો અને એ સમસ્યાઓને દૂર રાખવા અંગેના પ્રયાસોની જાગૃતિ કેળવવાનો છે.

વર્ષ 2026ની વિશ્વ સ્વાસ્થ્ય દિવસનું થીમ (Theme of World Health Day 2026)
દર વર્ષે આ વિશેષ દિવસ મનાવવા માટે ‘વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઇઝેશન’ (WHO) દ્વારા એક ખાસ થીમ નિર્ધારિત કરવામાં આવે છે અને એ થીમનો વિષય જ સાંપ્રત સમયના સૌથી મોટા સ્વાસ્થ્ય પડકારો (Health Challenges)ને દર્શાવે છે. એ થીમનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હોય છે કે, ભલે કોઇ પણ વ્યક્તિ કોઇ પણ દેશનો, જાતિનો, ધર્મનો કે આર્થિક વર્ગનો હોય એને એક સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર પ્રાપ્ત થાય!
વિશ્વ આરોગ્ય દિવસના દર વર્ષના વિષયવસ્તુ અલગ-અલગ હોય છે…આ વર્ષ 2026નું થીમ છે….
‘Together for health, Stand with Science’
અર્થાત્
‘સ્વાસ્થ્ય માટે સાથે મળીને, વિજ્ઞાન સાથે ઉભા રહો’
આ થીમ હેઠળ, આ દિવસ સમગ્ર વિશ્વને એકસાથે ઊભા રહીને ગતિશીલ બનાવીને, પ્રાણીઓ, વૃક્ષો અને પૃથ્વીના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે વૈજ્ઞાનિક સહયોગની શક્તિની ઉજવણી સ્વરુપ પ્રતીત થાય છે.

રોગોને શી રીતે દૂર રાખવા?
સ્મોલ પોક્સની બીમારીને ખતમ કરવા માટે WHO ની મોટી ભૂમિકા છે. હાલમાં, આ સ્વાસ્થ્ય સંગઠન એઇડ્સ, ઈબોલા વાયરસ અને ટીબી (AIDS, Ebola virus and TB) જેવી ખતરનાક બીમારીઓને અટકાવવા માટે કાર્યરત છે. WHO ‘વર્લ્ડ હૅલ્થ રિપોર્ટ’ માટે જવાબદાર હોય છે જેમાં આખી દુનિયા સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો એક સર્વે કરવામાં આવે છે અને એને દૂર કરવા માટેના પગલા વિશે, વિભિન્ન દેશો સાથે મળીને વિચારવિમર્શ કરવામાં આવે છે.

આજના આધુનિક યુગમાં લાઇફ સ્ટાઇલ ઘણી ફાસ્ટ થઇ ચૂકી છે અને લાઇફસ્ટાઇલ સ્ટાન્ડર્ડના ચક્કરમાં લોકો પોતાના સ્વાસ્થ્યને અજાણતા જ અવગણી રહ્યાં છે! જીવનમાં બધું જ સરસ રીતે ચાલતુ હોય અને અચાનક વિક્ષેપ ઊભો થાય છે અને જીવન દવાઓ (Medicines)ના સહારે વીતાવવું પડે છે! આપણું ધ્યાન એ તરફ પણ હોવું જોઇએ કે, આવા લાઇફસ્ટાઇલ સંલગ્ન રોગોથી શી રીતે દૂર રહેવું?

યોગ અને વ્યાયામ આવશ્યક
આજે તો મેડિકલ સાયન્સ (Medical Science) પણ જીવન શૈલીને પ્રાધાન્ય આપે છે અને આયુર્વેદ (Ayurveda) પણ પરંપરાગત નુસખાઓ અને ઋતુકીય આહારનું સેવન કરીને સ્વસ્થ રહેવાની સલાહ આપે છે. આ ઉપરાંત, તમે નિયમિતરુપે યોગ, વ્યાયામ, વૉકિંગ અને જૉગિંગ વગેરે કરી શકો છો. આમ કરવાથી તણાવનું સ્તર ઓછું થાય છે. વળી, હૅલ્ધી ડાયેટ (Healthy Diet) લેવાથી અને તાજા શાકભાજી તથા ફાઇબરયુક્ત ભોજનને રોજીંદા આહારમાં સામેલ કરવું જરુરી છે. ઋતુકીય ફળોનું સેવન પણ લાભકારી સિદ્ધ થાય છે.
અંતે નિષ્કર્ષ એ છે કે, આખા વર્ષભરનું આ સ્વાસ્થ્ય અભિયાન (Health Campaign) વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને પુરાવાઓને કાર્યમાં ફેરવવા અને એના અમલીકરણ માટેનો આવશ્યક બહુપક્ષીય સહયોગ બંને બાબતો પર પ્રકાશ પાડે છે.
આ પણ વાંચો: આ કેવળ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા નથી…આ છે ન્યૂરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર…આજે 2 એપ્રિલ… ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’…
