- રાજસ્થાનમાં 14 દિવસનું સપૂંર્ણ લોકડાઉન જાહેર
- 10 થી 24 મે સુધી રાજસ્થાનમાં સંપૂર્ણ લોકડાઉન
- રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે કરી જાહેરાત
- 31 મે સુધી રાજસ્થાનમાં તમામ લગ્નો પર પ્રતિબંધ
- રાજસ્થાન થી ગુજરાતમાં જાન આવી કે જઇ નહીં શકે
- રાજસ્થાનની તમામ બોર્ડર કરી દેવાશે સીલઃ સરકાર
- આવશ્યક સેવાઓ સિવાય સંપૂર્ણ લોકડાઉન
કોરોના સંકટ વચ્ચે રાજસ્થાન સરકારે રાજ્યમાં લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારે રાજસ્થાનમાં લોકડાઉન લગાવ્યુ છે. હવે રાજસ્થાનમાં 10 મે સવાર 5 વાગ્યાથી 24 મે સવાર સુધી લોકડાઉન રહેશે. એટલું જ નહીં, રાજ્યમાં 31 મે સુધી લગ્ન સમારોહ પર પ્રતિબંધ રહેશે.
રાજકારણ / પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ પર રાહુલ ગાંધીનો સરકાર પર કટાક્ષ, કહ્યુ- “ચૂંટણી ખતમ, લૂંટ ફરી શરૂ”
આપને જણાવી દઇએ કે, રાજસ્થાનમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, ગેહલોત સરકારે ગુરુવારે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે. આ લોકડાઉન 10 મે નાં રોજ 5 થી 24 મે દરમિયાન સવારે 5 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન, રાજસ્થાનમાં લગ્નો પર પ્રતિબંધ રહેશે. વળી ઇમરજન્સી સેવાઓ સિવાયની અન્ય તમામ પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેબિનેટની બેઠક બાદ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી હતી. લોકડાઉનનાં નિયમો અંતર્ગત રાજ્યમાં લગ્ન, ડીજે, રેલી અને પાર્ટીથી સંબંધિત કોઈપણ સમારોહને 31 મે સુધી મંજૂરી આપવામાં આવશે નહીં. ઘરે અથવા કોર્ટમાં મેરેજ તરીકે લગ્નની મંજૂરી આપવામાં આવશે, જેમાં ફક્ત 11 વ્યક્તિઓ શામેલ હશે, જેની માહિતી વેબ પોર્ટલ Covidinfo. rajasthan.gov.in પર આપવી પડશે.
Rajasthan government imposes a complete lockdown in the state from May 10 (5 am) to May 24 (5 am) amid the surge in coronavirus cases. pic.twitter.com/XA9HZzjehs
— ANI (@ANI) May 6, 2021
New Vaccine / રશિયાએ સિંગલ ડોઝવાળી ‘સ્પુતનિક લાઇટ’ નામની નવી વેક્સિન બનાવી, જાણો કેટલી છે અસરદાર?
આપને જણાવી દઈએ કે, ગુરુવારે, કોરાના સંક્રમણાનાં નવા 17,532 કેસ નોંધાયા હતા, જ્યારે રોગચાળાને કારણે વધુ 161 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં 1,98,010 સક્રિય કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 5,182 લોકો મૃત્યુ પામ્યા છે. તબીબી વિભાગનાં આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 17,532 લોકો સંક્રમિત થયા છે. જેમા જયપુરમાં 3440, જોધપુરમાં 3201, ઉદેપુરમાં 932, અલવરમાં 910, બિકાનેરમાં 901 નવા દર્દીઓનો સમાવેશ થાય છે. આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 16,044 દર્દીઓ ઠીક થયા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

