Not Set/ CAA પર અમારુ સ્ટેન્ડ જે હતુ તે જ રહેશે : PM મોદી

દેશમાં જ્યા અલગ-અલગ વિસ્તારોમાં નાગરિકતા સુધરાણા અધિનિયમ અને નાગરિકતા રજિસ્ટર કાયદાનો વિરોધ ખૂબ થઇ રહ્યો છે. જેમા શાહીન બાગ પ્રમુખ સ્થળ બની ગયુ છે. જ્યા મહિલાઓ છેલ્લા 2 મહિના કરતા વધુ સમયથી આ કાયદાનો સતત વિરોધ કરી રહી છે. ત્યારે આ કાયદા અંગે તે મહિલાઓ સાથે વાર્તાલાભ કરવાની જગ્યાએ PM મોદી એ તેમના આજનાં વારાણસી […]

Top Stories India

દેશમાં જ્યા અલગ-અલગ વિસ્તારોમાં નાગરિકતા સુધરાણા અધિનિયમ અને નાગરિકતા રજિસ્ટર કાયદાનો વિરોધ ખૂબ થઇ રહ્યો છે. જેમા શાહીન બાગ પ્રમુખ સ્થળ બની ગયુ છે. જ્યા મહિલાઓ છેલ્લા 2 મહિના કરતા વધુ સમયથી આ કાયદાનો સતત વિરોધ કરી રહી છે. ત્યારે આ કાયદા અંગે તે મહિલાઓ સાથે વાર્તાલાભ કરવાની જગ્યાએ PM મોદી એ તેમના આજનાં વારાણસી પ્રવાસમાં કહ્યુ કે, CAA પર અમારુ સ્ટેન્ડ જે હતુ તે જ રહેશે.

સંસદનાં બન્ને ગૃહમાં CAA ને પાસ કરાયા બાદ સરકાર સતત દેશની મોટી જનસંખ્યાનાં વિરોધ પ્રદર્શનને જોઇ રહી છે. ઘણીવાર આ વિરોધ પ્રદર્શન જોઇને એવો પણ સમય આવ્યો કે, હવે સરકાર આ જનતાને આ કાયદા વિશે અવગત કરાવવા કે પછી તેમની ઉભા થઇ રહેલા સવાલોનાં જવાબ આપવા માટે તેમની સમક્ષ જશે પરંતુ સરકાર આ વિરોધને સામાન્ય ગણી રહી હોય તેવુ લાગી રહ્યુ છે, ત્યારે આજે પીએમ મોદીએ પણ આ કાયદાને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે વારાણસી પ્રવાસમાં CAA પર કહ્યુ કે, તેના પર અમારુ સ્ટેન્ડ જે હતુ તે જ રહેશે. તેમા કોઇ ફેરફાર કરવામાં આવશે નહી. ત્યારે હવે જનતાનાં સતત વિરોધ અને સરકારની જીદમાં કોને મળે છે હાર અને કોને મળે છે જીત તે હવે જોવુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.