જૂનાગઢ
જૂનાગઢની નવી સિવિલ હોસ્પિટલમાં યુવકે પિતાની બીમારીથી કંટાળી હોસ્પિટલના પાંચમાં માળેથી મોતની છલાંગ મારી આપઘાત કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે યુવકથી ઉનાથી પિતાની સારવાર કરવા જૂનાગઢ આવ્યો હતો. યુવકે પાંચમાં માળેથી મોતની છલાંગ મારતા સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી હતી.

મળતી માહિતી પ્રમાણે હાર્દિક જયસુખ ભૂતલા પોતાના પરિવાર સાથે ઉનામાં રહે છે. તે પોતાના પિતા જયસુખ ભૂતલાની તબિયત ખરાબ રહેતા તેમની સારવાર માટે જૂનાગઢની નવી સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા.

પિતાની સારવાર માટે લઇને આવેલા હાર્દિકે શનિવારે રાત્રે સિવિલ હોસ્પિટલના પાંચમા માળેથી અચાનક પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસમાં યુવકનુ નામ હાર્દિક ભૂતલા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલ તંત્ર દ્વારા યુવકના પરિવારને જાણ કરાઈ હતી.
