Surat/ ફરી અસામાજિક તત્વો આંતક આવ્યો સામે, રૂપિયાની ઉઘરાણીમાં જાહેરમાં કરી મારામારી

ફરી અસામાજિક તત્વો આંતક આવ્યો સામે, રૂપિયાની ઉઘરાણીમાં જાહેરમાં કરી મારામારી

Gujarat Surat

રૂપિયાની લેતી દેતીમાં એક સોસાયટીમાં 10 ઈસમો દ્વારા મચાવામાં આવ્યુ આંતક

મહિલાને પણ તેના ઘરમાં જઈને માર્યો માર 

અસામાજિક તત્વોનો હંગામો

સુરતમાં છેલ્લા લાંબા સમયથી અસામાજિક તત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. જાને આ ઇસમોને પોલીસ ની બીક રહી નથી તેમ રૂપિયાની લેતી દેતિમાં કાયદો હાથમાં લઇને રૂપિયાની ઉઘરાણી માટે એક સોસાયટીમાં જઇને મારામારી સાથે હંગામો મચાવ્યો હતો. જોકે આ અસામાજિક તત્વોની દાદાગીરી સીસીટીવી માં કેદ થઈ ગયા બાદ આ વીડિયો વાઇરલ થયો છે.

સુરત માં સતત અસમાજેક તત્વોનો આંતક દિવસે ને દિવસે વધી રહીયો છે. જાણે આ લોકોને કાયદાનો ડર રહ્યો જ  નથી તેમાં રૂપિયા માટે જાહેરમાં લોકોના ઘરમાં ઘૂસીને પોતાની દાગીરી સાથે મારામારી કરતા હોય છે ત્યારે સુરત ના અમરોલી પોલીસ હદ વિસ્તારમાં આવેલ મોટા વરાછા ખાતે આવેલી એક સોસાયટીમાં રહેતા પરિવાર પાસે રૂપિયાની  ઉઘરાણી  કરવા ગયેલા અસામાજિક તત્વો સાથે પહેલા માથા ફૂટ બાદ ઉગ્ર બબાલ થઈ હતી.

Election / 28 ફેબ્રુઆરીએ જીલ્લા-તાલુકા-પાલિકાની ચૂંટણી, રાજ્યચૂંટણીપંચ દ્વારા તૈયારીને આખરી ઓપ

Election commission / 4 રાજ્યો- 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીની તારીખોની ઘોષણા કરી શકે છે

રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવા ગયેલા લોકોએ સોસાયટીના સભ્યોની હાજરીમાં જ પરિવાર સાથે છુટા હાથની મારામારી કરી હતી. જોકે આ ઘટના ના પગલે સમગ્ર વિસ્તારમાં એ સમય માટે દોડધામ મચી ગઈ હતી. મારામારી કરી રહેલા આ અસામાજિક તત્વો દ્વારા જે મકાનમાં રૂપિયા ઉઘરાણી  કરવા માટે ગયા હતા તે ઘરની મહિલાને તેના ઘરમાં ઘૂસીને માર માર્યો હતો. અને બાદમાં આ ઈસમો ભાગી છુટ્યા હતા. જોકે સમગ્ર દાદાગીરી અને મારમારી ની ઘટના સોસાયટીમાં લાગેલા કેમેરામાં કેદ  થઈ હતી. જેથી આ મામલે સોસાયટીના લોકોએ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરુ કરવા સાથે આ અસામાજિક તત્વો  વિડીયો પણ  સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા. જોકે વિડીયો વાઇરલ થયા બાદ પોલીસે આ મામલે કાર્યવાહી શરુ કરી છે.