Covid-19/ ગુજરાતીઓને ઝટકો, હવે રાજસ્થાનમાં કોરોના ટેસ્ટ વગર નો એન્ટ્રી

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પાડોશી રાજ્યોમાં પણ ચિંતા ફેલાઇ છે. રાજસ્થાન સરકારે એક મોટો નિર્ણય કરતાં ગુજરાતથી રાજસ્થાન જતાં પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજિયાત કર્યો છે. અગાઉ મહારાષ્ટ્ર સરકારે પણ આવો જ નિર્ણય કર્યો હતો. હવે રાજસ્થાન સરકારે પોતાની હદમાં એન્ટ્રી કરતા ગુજરાતીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. RT-PCR રિપોર્ટ નેગેટિવ […]

Ahmedabad Gujarat

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પાડોશી રાજ્યોમાં પણ ચિંતા ફેલાઇ છે. રાજસ્થાન સરકારે એક મોટો નિર્ણય કરતાં ગુજરાતથી રાજસ્થાન જતાં પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજિયાત કર્યો છે. અગાઉ મહારાષ્ટ્ર સરકારે પણ આવો જ નિર્ણય કર્યો હતો. હવે રાજસ્થાન સરકારે પોતાની હદમાં એન્ટ્રી કરતા ગુજરાતીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે.

RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ રાજસ્થાનમાં પ્રવેશ

રાજસ્થાન સરકારે 72 કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ કરશે તેવો નિયમ બનાવ્યો છે. સાથે જ ગુજરાતીઓેને હવે RTPCR રિપોર્ટ વગર રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ નહિ મળે. આ માટે રાજસ્થાન સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ પર તપાસ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, શનિ-રવિ, જાહેર રજા અને વેકેશનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રાજસ્થાન જતા હોય છે. ખાસ કરીને આબુ અને ઉદેપુર તો અમદાવાદીઓના ફેવરિટ સ્થળો છે. ત્યારે રાજસ્થાન સરકારના આ નિર્ણયથી ગુજરાતીઓને ફટકો પડ્યો છે. રાજસ્થાન સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ રાજ્યોના પ્રવાસીઓ માટે આ નિર્ણય લીધો છે.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફરી એકવાર કોરોના વકરી રહ્યો છે. માર્ચ મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી તે લહેર દેખાવવાની શરૂઆત થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 571 કેસ નોંધાયા જ્યારે 1 દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે જ સુરતમાં 134, અમદાવાદમાં 124, વડોદરામાં 117 અને રાજકોટમાં 58 નવા કેસ નોંધાયા છે.