Not Set/ વડોદરા: હોસ્પિટલમાં બળકોનાં વિભાગમાં લાગી આગ, બાળકોને કરાયા રેસ્ક્યુ

વડોદરાની SSG હોસ્પિટલમાં ભિષણ આગ બાળ વિભાગમાં આગથી અફરાતફરી ત્રીજા-ચોથા માળે ACમાં શોર્ટ સર્કિટથી લાગી આગ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર મેળવાયો કાબુ, જાનહાની ટળી વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાની છે. બાળકોનાં વિભાગમાં આગ લાગતાં અફરા તફરી મચી ગઇ હતી.  ભીષણ આગને કારણે તાત્કાલિક બાળકોનાં વિભાગમાંથી 15 બાળકોને ખસેડી લેવામાં આવ્યા […]

Top Stories Gujarat Vadodara
  • વડોદરાની SSG હોસ્પિટલમાં ભિષણ આગ
  • બાળ વિભાગમાં આગથી અફરાતફરી
  • ત્રીજા-ચોથા માળે ACમાં શોર્ટ સર્કિટથી લાગી આગ
  • ફાયર બ્રિગેડ દ્વારા આગ પર મેળવાયો કાબુ, જાનહાની ટળી

વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાની છે. બાળકોનાં વિભાગમાં આગ લાગતાં અફરા તફરી મચી ગઇ હતી.  ભીષણ આગને કારણે તાત્કાલિક બાળકોનાં વિભાગમાંથી 15 બાળકોને ખસેડી લેવામાં આવ્યા હતા. એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક માહિતી મુજબ જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ આગ સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલનાં ત્રીજા માળે લાગી હોવાથી ફાયરબ્રિગેડ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા બાદ આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ઘરવામાં આવ્યા હતા.

વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં આગ લાગતાં બાળકોનાં માતા-પિતા અને પરિજનો દ્વારા બાળકોને લઈ દોટ મૂકાતા હોસ્પિટલમાં એક સમયે ભાગદોડનાં દ્રશ્યો સર્જાયા હતા. હોસ્પિટલનાં ત્રીજા અને ચોથા માળે લાગેલી આગને કારણે સમગ્ર હોસ્પિટલ પરિસરમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગે વિકરાળ રૂપ ઘારણ કરતા બાળકોનાં વિભાગમાં આવેલા ICUમાં દાખલ કરેલાં બાળકોને પણ ત્યાંથી ત્વરીતે ખસેડવાની ફરજ પડી હતી.

ભંયકર આગમાં કોઇ જાનહાની ન થતા, તંત્ર માથે મોટો કલંક લાગતા લાગતા રહી ગયું છે. જો કે આગની જાણ થતાની સાથે જ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવેલી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર સંપૂર્ણ પણે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સેફટી એક્ઝિટ માટે તૈયાર કરાયેલા ખાસ રસ્તેથી બાળકોને ફાયરબ્રિગેડ અને સિક્યોરિટીના જવાનોએ તાત્કાલિક રેસ્ક્યું કરી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન