Gujarat News/ પાંચ અધિકારીઓને સરકારે ફરજીયાત નિવૃત કરી ઘરે બેસાડી દીધા

રાજ્ય સરકાર દ્વારા વધુ પાંચ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે

Top Stories Gujarat

Gujarat News : ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઘણા કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવી રહ્યાં છે. જે કર્મચારીઓ સામે કોઈ ખાતાકીય કે ફોજદારી કેસમાં તપાસ ચાલુ હોય તેવા કિસ્સામાં ઘણા કર્મચારીઓને ફરજિયાત નિવૃત્તિ અપાવી ઘરે બેસાડી દેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વધુ પાંચ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાંચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ પાંચ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.

જે પાંચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તે અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવી રહ્યાં હતા. આ પાંચેયને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જશવંતસિંહ મગનભાઈ પરમારને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. જે વડોદરા પંચાયત સિંચાઈ વર્તુળ વિભાગમાં ફરજ બજાવી રહ્યાં હતા. આ સિવાય પ્રદિપભાઈ વજાભાઈ ડામોર જે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં કામ કરી રહ્યાં હતા. આ સિવાય શૈલેષભાઈ દેસાઈને પણ ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.

આ સિવાય બાબુભાઈ રામભાઈ દેસાઈ, જે સુજલામ સુફલામ વર્તુળ-2 હેઠળ કામ કરી રહ્યાં હતા, તેમને પણ ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. આ સિવાય અરવિંદભાઈ ભીખુભાઈ માહલા, જે સુરત સિંચાઈ વિભાગમાં કાર્ય કરતા હતા તેને પણ ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃવગર હેલ્મેટે સ્કૂટર ચલાવતા જોવા મળી નાની બાળકી, યુઝર્સે પિતાને કહ્યા બેજવાબદાર

આ પણ વાંચોઃરોડ સેફ્ટી અભિયાનઃ સરકારે 162 હેલ્મેટ ઉત્પાદકોના લાઇસન્સ રદ કર્યા

આ પણ વાંચોઃઆ રાજ્યોમાં હવે 4 વર્ષથી ઉપરના બાળકો માટે હેલ્મેટ પહેરવું જરૂરી, હાઈકોર્ટનો આદેશ