Not Set/ #કાશ્મીર_મિશન : 8000 કરોડનું બજેટ તૈયાર, સફરજન ખરીદવામાં આવશે

રોજગારી અને આવક વધારા માટે સરકારનું પગલું સરકાર ખરીદશે ખેડૂતો પાસેથી સફરજન 8000 કરોડનું બજેટ કરવામાં આવ્યું તૈયાર દેશમાં 70 ટકા સફરજન કાશ્મીરમાં પાકે છે યોજના દેશભરમાં કરાશે લાગું હાલ મોદી સરકાર કાશ્મીર મામલે અનેક મોટા નિર્ણયો જાહેર કરી રહી છે. મોદી સરકાર દ્વારા કાશ્મીરીઓ અત્યાર સુધી જે હકથી વંચીત રહ્યા તેની ભરભાઇનાં ભાગ રૂપે […]

Top Stories India
  • રોજગારી અને આવક વધારા માટે સરકારનું પગલું
  • સરકાર ખરીદશે ખેડૂતો પાસેથી સફરજન
  • 8000 કરોડનું બજેટ કરવામાં આવ્યું તૈયાર
  • દેશમાં 70 ટકા સફરજન કાશ્મીરમાં પાકે છે
  • યોજના દેશભરમાં કરાશે લાગું

હાલ મોદી સરકાર કાશ્મીર મામલે અનેક મોટા નિર્ણયો જાહેર કરી રહી છે. મોદી સરકાર દ્વારા કાશ્મીરીઓ અત્યાર સુધી જે હકથી વંચીત રહ્યા તેની ભરભાઇનાં ભાગ રૂપે કાશ્મીરને ફરી બેઠુ કરવા માટે અનેક યોજનાઓ અમલિ કરી દેવામાં આવી છે.

સુત્રોનાં માધ્યમથી જાણકારી મળી રહી છે કે, સરકાર દ્વારા કાશ્મીરી યુવાનોને આતંકનાં સકંજામાંથી છોડાવવા રોજગારીની અનેક તકો ઉભી કરવાની ભરપૂર કોશિશ કરવામાં આવી રહી છે. આના ભાગ રૂપે જ આ નવતર યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

સરકાર દ્વારા પ્રારંભિક તબક્કે ખેડૂતો પાસેથી 1 સપ્ટેમ્બર 2019થી લઈને 1 માર્ચ 2020 સુધીમાં સફરજન ખરીદવામાં આવશે. આ 6 મહીના માટે લગભગ 8000 કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ નવી યોજનાની શરૂઆતનો હેતુ ખેડૂતોને સફરજનની સારી કિંમત આપવવાનો છે. જેથી તેમની આવક વધી શકે.

યોજનાથી 7 લાખ ખેડૂતોને ફાયદો થવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે દેશના 70 ટકા સફરજનનું ઉત્પાદન કાશ્મીરમાં જ થાય છે. જ્યારે આ યોજનાથી દેશનાં બાકી વિસ્તારોમાં વસતા સફરજન ઉત્પાદક ખેડૂતોને પણ ફાયદો ચોક્કસ થવાનો જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.