Bharuch News: ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા ૪૪૨ ગુનાઓમાં જપ્ત કરાયેલ નાર્કોટિક્સ (Narcotics)ના જથ્થાનો ગૃહ મંત્રી હર્ષ સંઘવી ની ઉપસ્થિતિ માં નાશ કરવામાં આવ્યો હતો.
*૩૮૧ કરોડથી વધુની કિંમતના ૮,૦૦૦ કિ.ગ્રાથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો દહેજની બેઈલ કંપની ખાતે નાશ કરાયો હતો.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)ની ઉપસ્થિતિમાં દહેજ (Dahej)માં ₹૩૮૧ કરોડના ડ્રગ્સ (Drugs)ના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના ‘નશા-મુક્ત ગુજરાત’ સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ બેઈલ કમ્પની ખાતે એક મોટા ડ્રગ્સ નાબુદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા જુદા-જુદા ૪૪૨ ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹૩૮૧ કરોડથી વધુની કિંમતના, ૮,૦૦૦ કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવશે.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા સાથે પોલીસ ની કામગીરી ને બિરદાવી આભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે રાજ્ય પોલીસ મહા નિર્દેશક વિકાસ સહાય (Vikas Sahay), આઈ.જી.સંદીપ સિંહ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જંબુસર ના ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિતના પદાધિકારીઓ અને રાજ્યના વિવિધ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Dahegam News/દહેગામના બહિયલમાં અશાંતિ ફેલાવનારા તત્વોની પોલીસે આગવી સર્વિસ કરી
આ પણ વાંચો: Dahegam News/દહેગામ તાલુકામાં મોડી રાત્રે જૂથ અથડામણ મામલે શંકાસ્પદ 60 થી વધુ લોકોની અટકાયત
આ પણ વાંચો: Dahegam News/દહેગામમાં જૂથ અથડામણમાં 8 સામે ફરિયાદ બાદ અંતે વળતી ફરિયાદ
