Gandhinagar News: રાજ્યના મંત્રીમંડળને લઈને મોટા સમાચાર આવ્યા છે. મંતવ્ય ન્યૂઝ પાસેની એકસ્લુઝિવ જાણકારી મુજબ દિવાળી પહેલાં જ રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત છે. ચારથી વધારે મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન મળશે તે નક્કી છે. જ્યારે આઠ જેટલા મંત્રીઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે તે પણ નક્કી છે. શરદ પૂનમથી દિવાળી સુધીમાં વિસ્તરણ નક્કી છે. તેની સાથે હાલના મંત્રી બચુ ખાબડનું પત્તુ કપાશે તે નિશ્ચિત છે. હાલના મંત્રીના ખાતા બદલવાનું પણ નિશ્ચિત છે.
ભાજપના પ્રમુખપદના કોકડાનો નીવેડો આવી જવાતા હવે ભાજપના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે તે સુનિશ્ચિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ, રત્નાકર અને સીએમ ભુપેન્દ્ર પટેલ વચ્ચે લાંબા સમય સુધી ચાલેલા મનોમંધન પછી કેબિનેટ મંત્રીમંડળના વિસ્તરણને ફાઇનલ મંજૂરી મળી ગઈ છે. વિસ્તરણની સાથે-સાથે કેટલાક કેબિનેટ મંત્રીઓનો વિદાય સમારંભ પણ ગોઠવવામાં આવી શકે છે.
અહીં તે યાદ રાખવું જરૂરી છે કે થોડા સમય પહેલા સીએમ ભુપેન્દ્ર પટેલ પણ અચાનક દિલ્હી ઉપડ્યા હતા અને તાત્કાલિક પીએમ મોદીની મુલાકાત કરીને તરત જ પરત આવ્યા હતા. આ મુલાકાત ઘણું બધું કહી જાય તેમ છે. તેના પછી સીએમ ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં જ રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત કરી હતી. આ મુલાકાત લગભગ અડધો કલાક સુધી ચાલી હતી. તેથી માનવામાં આવે છે કે આચાર્ય દેવવ્રતને આ અંગે માહિતી આપી દેવામાં આવી હોવાનો પણ ગણગણાટ થઈ રહ્યો છે. આ આખો ઘટનાક્રમ બતાવે છે કે મોવડીમંડળ ગુજરાત ભાજપની એક પછી એક બાબતો હાથ પર ધરી રહ્યુ છે. પ્રદેશ પ્રમુખ બાદ હવે કેબિનેટનો વારો છે. જો કે તેમા ક્યાંક ચોંકાવનારું નામ આવશે તો આશ્ચર્ય નહીં થાય.
આ પણ વાંચો: Gandhinagar News/નિકોલના ધારાસભ્ય અને પક્ષનો પ્રભાવશાળી OBC ચહેરો જગદીશ વિશ્વકર્મા !
આ પણ વાંચો: Gandhinagar News/ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણીમાં જગદીશ વિશ્વકર્માએ આજે ફોર્મ ભર્યુ, પક્ષને મળશે નવા સુકાની
આ પણ વાંચો: Gandhinagar News/ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં જગદીશ વિશ્વકર્મા આજે ફોર્મ ભરશે, પ્રમુખપદ માટે નિશ્ચિત
