સંસ્કારી નગરી વડોદરા વિકાસના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે તો બીજી તરફ વડોદરામાં હત્યાની ઘટનાઓ પણ વધી રહી છે. આ જ પ્રકારની એક ઘટના વડોદરાના કિશનવાડી વિસ્તારમાંથી સામે આવી છે.
વડોદરા શહેરમાં કિશનવાડી વિસ્તારમાં જુની અદાવતને લઇ યુવાન પર ઘાતક હથિયારોથી હુમલો કરતા મોત નિપજ્યું હતું. ચાકુ, તલવાર અને લાકડીઓથી જીવલેણ હુમલો કરીને હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. બાપોદ પોલીસે આ મામલે હુમલાખોરો સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, શહેરના કિશનવાડી વુડાના મકાનમાં આજથી છ મહિલા પહેલા રાજુભાઇ મારવાડી અને સોમાભાઇ મારવાડીના પરિવાર વચ્ચે ક્રિકેટ રમતા છોકરાઓ બાબતે ઝઘડો થયો હતો. તે સમયે સોમાભાઇ મારવાડી સહિત તેમના પરિવારે રાજુભાઇને મારી નાખવાની ધમકી આપી હતી અને ગઇ કાલ ગુરૂવારે રાત્રે મોકો મળતા સોમાભાઇ કાંતિભાઇ મારવાડી તેમના પુત્રો નટવર મારવાડી, ઇશ્વર મારવાડી તેમજ પ્રપૌણત્ર સંજય નટવર મારવાડીએ તલવાર, ચાકૂ અને લાકડીઓથી હુમલો કરી મારા નાના ભાઇ રાજુને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. હાલ આ મામલે પોલીસે હત્યાના આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી તપાસ શરુ કરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
