Breaking News/ અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયા ફ્લાઈટને બર્ડ હિટ, 130થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોટયા

આ ઘટનાને કારણે રવિવારે રાત્રે 8:30 વાગ્યે અમદાવાદથી મુંબઈ જવા રવાના થનારી આ ફ્લાઈટ રદ થઈ, જેના કારણે 156 મુસાફરો અટવાઈ પડ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Breaking News: રવિવારે રાત્રે મુંબઈથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટને લેન્ડિંગ દરમિયાન બર્ડ હિટનો ગંભીર બનાવ બન્યો, જેમાં 130થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. ફ્લાઈટ રાત્રે 8:45 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે 23 પર ફાઈનલ એપ્રોચ દરમિયાન લેન્ડ થઈ ત્યારે એક પક્ષી વિમાનના એન્જિનમાં ઘૂસી ગયું હતું. આ ઘટનાથી વિમાનના એન્જિનની બ્લેડ તૂટી ગઈ હોવાનું જાણવા મળ્યું, જેના કારણે વિમાનને તાત્કાલિક ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું.

ફ્લાઈટ સુરક્ષિત રીતે પાર્કિંગમાં લાવવામાં આવી, પરંતુ તપાસ દરમિયાન એન્જિનની બ્લેડ તૂટેલી હોવાનું જણાયું. આ ઘટનાને કારણે રવિવારે રાત્રે 8:30 વાગ્યે અમદાવાદથી મુંબઈ જવા રવાના થનારી આ ફ્લાઈટ રદ થઈ, જેના કારણે 156 મુસાફરો અટવાઈ પડ્યા હતા. એર ઈન્ડિયાએ 100 આંતરરાષ્ટ્રીય મુસાફરોને બીજી ફ્લાઈટમાં ટ્રાન્સફર કરીને તેમની મુસાફરીની વ્યવસ્થા કરી હતી.

તૂટેલી બ્લેડને રિપેર કરવા માટે દિલ્હીથી નવી બ્લેડ મંગાવવામાં આવી, અને 12 કલાકની તકનીકી કામગીરી બાદ વિમાનને સોમવારે સવારે 8:30 વાગ્યે મુંબઈ રવાના કરવામાં આવ્યું હતું.

અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા સાત વર્ષમાં ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન 324 પક્ષીઓ અને પ્રાણીઓ વિમાનો સાથે ટકરાયા છે. એરપોર્ટની આસપાસના રહેઠાણ વિસ્તારોમાં કચરો અને એંઠવાડ ફેંકવામાં આવે છે, જેના કારણે પક્ષીઓ આકર્ષાય છે. રનવેની આસપાસના ઘાસવાળા વિસ્તારોમાં જીવજંતુઓની હાજરી પણ પક્ષીઓની હિલચાલ વધારે છે.

આ સમસ્યાને નિયંત્રણમાં લેવા અમદાવાદ એરપોર્ટ અધિકારીઓ મહિને આશરે 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. આ માટે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં નીચેની ટેક્નોલોજીનો સમાવેશ થાય છે:ફેરોસ લાઈટ ટ્રેપ અને બ્લેક લાઈટ ટ્રેપ: પક્ષીઓને આકર્ષતા જીવજંતુઓને નિયંત્રિત કરવા.

હાયપર અર્બન ટેક્નોલોજી: રનવે આસપાસ પક્ષીઓની હિલચાલ ઘટાડવા.

એન્ટી-પર્ચિંગ ડિવાઈસ: પક્ષીઓને બેસવાથી રોકવા.

વ્હીકલ માઉન્ટેડ અને સ્ટેટિક એકોસ્ટિક ડિવાઈસ: ધ્વનિ દ્વારા પક્ષીઓને ભગાડવા.

સોઈલ ટ્રીટમેન્ટ: રનવે આસપાસના ઘાસમાં જીવજંતુઓ ઘટાડવા.

ફટાકડા: પક્ષીઓને ભગાડવા માટે પરંપરાગત રીતે ઉપયોગ.

અમદાવાદ એરપોર્ટ પર રનવે 05 અને 23નો ઉપયોગ થાય છે, જેમાંથી રનવે 23 ટેકઓફ માટે વધુ વપરાય છે. આ રનવેનો ઉપયોગ કરતી વખતે વિમાનો મેઘાણીનગરના બર્ડ હિટ ઝોનમાંથી પસાર થાય છે, જ્યાં પક્ષીઓની હિલચાલ વધુ હોય છે. લેન્ડિંગ દરમિયાન, નાના ચિલોડાથી અમદાવાદ આવતા વિમાનો કોતરપુર વોટર વર્ક્સ વિસ્તારમાંથી પસાર થાય છે, જ્યાં પક્ષીઓનો ખતરો વધારે છે. આ સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે તાજેતરમાં 60 લાખ રૂપિયાના ખર્ચે અણીદાર સ્પાઈક્સ લગાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત, એરપોર્ટ અધિકારીઓ નિયમિતપણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને જંગલ વિભાગ સાથે બેઠકો યોજીને પક્ષીઓની હિલચાલ પર અંકુશ લગાવવાની વ્યૂહરચના તૈયાર કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા, સમાધાનને બહાને બોલાવી ગળે અસ્ત્રો મારી દીધો

આ પણ વાંચો:અમદાવાદમાં બોક્સ ક્રિકેટ પર નિયમોનો શરૂ,સુરતની દુર્ઘટના બાદ AMCએ તૈયાર કરી ડ્રાફ્ટ પોલિસી 

આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ વધુ તીવ્ર, AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રાથમિક અહેવાલ સોંપ્યો