અમદાવાદ,
એક સમાન કર જીએસટી એક્ટ હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવતા વકીલોને બ્લોક કરવા બાબતે જોગવાઈઓ ઉપલબ્ધ નહી કરાવવાની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી, ત્યારે હવે બુધવારે આ મામલે સુનાવણી હાથ ધરાતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને જીએસટી કાઉન્સિલને નોટિસ ફટકારવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અકિલ કુરેશી અને જસ્ટિસ બી એન કારિયાની બે જજોની બેન્ચે GST એક્ટ મામલે આ નોટિસ ફટકારી હતી, અને રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે આગામી ૨૧ જુન સુધી આ મામલે જવાબ પણ માંગ્યો છે.
એડવોકેટ નિપુણ સિંઘવી દ્વારા કરવામાં આવેલી અરજીમાં તેઓએ જણાવ્યું, “વકીલોને મળતા ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટેની જોગવાઈઓની ગેરહાજરીમાં પ્રોફેશનલ ફીની મુદત દ્વારા કરવેરાપાત્ર કાયદાકીય સેવાઓ પર જીએસટીની કાસ્કેડિંગ અસરને પરિણામે જોવા મળી રહ્યું છે અને જેના પર હવે ફરીથી જીએસટી ચાર્જ કરવામાં આવી રહ્યો છે.
અરજીકર્તાએ પોતાના વકીલ વિશાલ દવે દ્વારા જણાવ્યું હતું કે, “GST એક્ટ ૨૦૧૭ના સેક્શન ૧૭ (૨) અને ૧૭ (૩) હેઠળ વકીલો દ્વારા ઓફર કરવામાં આવતી કાનૂની સેવાઓના GST પર જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવે છે તેની જોગવાઈઓ ગેર-બંધારણીય છે”.
વકીલો દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની જોગવાઈઓની ગેરહાજરીમાં કાસ્કેડિંગ અસર થવાની શક્યતા છે. તેમજ આ અસરના કારણે ક્રેડિટ ચેઇનમાં બ્રેક લાગી શકે છે અને આ જીએસટી કાયદા સાથે સીધો સંઘર્ષ છે.
આ ઉપરાંત અરજીકર્તાએ પોતાના વકીલ દ્વારા જીએસટીના લાભ સાથેના ખર્ચ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે એક મિકેનીઝમ રજૂ કરવા માટે અને ઉત્તરદાતાઓને દિશા આપવા માટે અરજી કરી હતી.
