Gandhinagar News/ રાજ્યમાં 2022ની સાપેક્ષે 2024 માં સરકારી ઇજનેરી કોલેજ પ્રવેશમાં 57 % જેટલો થયો વધારો

ગુજરાતની સરકારી ઇજનેરી કૉલેજોની સિવિલ, ઈલેકટ્રીકલ, મિકેનિકલમાં 80%, ઈમર્જીંગ ઇજનેરીની વિદ્યાશાખામાં 100% બેઠકો ભરાયેલી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના સમર્થ નેતૃત્વમાં રાજ્યના તમામ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે. જે અંતર્ગત ગુજરાતે સમયસર ઇજનેરી ક્ષેત્રે વિદ્યાશાખાઓનો રી-સ્ટ્રકચરીંગ કરી પરિણામલક્ષી કામગીરી કરી. જેના પરિણામે વર્ષ 2022ની સાપેક્ષે સરકારી ઇજનેરી કોલેજ પ્રવેશમાં 57% જેટલો વધારો નોંધાયો છે.

રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં કોર બ્રાંચ જેવી કે સિવિલ, ઈલેકટ્રીકલ, મિકેનિકલમાં 80% બેઠકો ભરાયેલી છે. જ્યારે ઈમર્જીંગ ઇજનેરીની વિદ્યાશાખામાં 100% બેઠકો ભરાયેલ છે. વર્ષ ૨૦૨૪માં સરકારી અને અનુદાનિત ઇજનેરી સંસ્થાઓની 84.3% તેમજ સ્વનિર્ભર સંસ્થાઓની 48% એમ કુલ મળી ઇજનેરીની 54% બેઠકો પર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

પ્રવર્તમાન સમયમાં ઘણા વિદ્યાર્થીઓ ડિપ્લોમાં ડિગ્રી પણ કરતા હોય છે. જેમાં પ્રવેશ વર્ષ 2022ની સાપેક્ષે સરકારી પોલીટેકનીક કોલેજના પ્રવેશમાં 22% જેટલો વધારો જોવા મળ્યો છે. જે અંતર્ગત સરકારી પોલીટેકનીક કોલેજોમાં આઈ.ટી., સિવિલ, ઈલેકટ્રીકલ, મિકેનિકલ વિગેરે વિદ્યાશાખામાં 80% અને ઈમર્જીંગ ઈજનેરીની વિદ્યાશાખામાં વર્ષ 2022ની સાપેક્ષે પ્રવેશમાં 64% નો વધારો થયો છે.

આગામી વર્ષોની જરૂરીયાત ધ્યાને લઈ સરકારી ઇજનેરી કોલેજો અને ડિપ્લોમાં ડિગ્રીમાં વર્ષ 2022થી વિવિધ નવા ઇમર્જીંગ ટેકનોલોજીનાં અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે જરૂરીયાત મુજ્બ રી-સ્ટ્રકચરીંગ કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં સ્ટાફની ઘટ, વિભાગમાં 1010 જગ્યા ખાલી

આ પણ વાંચો: બારમા ધોરણની પરીક્ષામાં ઇજનેરી કરતાં મેડિકલ લાઇનના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે

આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી બિલ ગેટ્સ બોલ્યા, અદ્દભુત ઇજનેરી કૌશલ્ય, સરદાર પટેલને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ…