બી ગ્રુપમાં 45 ટકા વધારે વિદ્યાર્થી અને 16,395 રિપીટર
ચાલુ વર્ષના એ, બી અને એબી ગ્રુપના કુલ મળીને 11,0382 વિદ્યાર્થી છે. Medical-Engineering 12 સાયન્સમાં અગાઉ નાપાસ થયેલા આ વર્ષે ફરીથી પરીક્ષા આપનારા રિપીટર 16,395 વિદ્યાર્થી છે, જેમાં એ ગ્રુપમાં 4438, બી ગ્રૂપમાં 11948 અને એબી ગ્રુપમાં 9 વિદ્યાર્થીઓ છે. આ વર્ષે 12 સાયન્સની પરીક્ષા આપનારાએ ગ્રુપના કુલ 44,852 વિદ્યાર્થીઓ સામે બી ગ્રુપના 81,884 વિદ્યાર્થી છે, એટલે કે એ ગ્રુપ કરતાં બી ગ્રુપના વિદ્યાર્થીઓ 45 ટકા વધારે છે.
માર્ચમાં પરીક્ષા યોજાઈ
માર્ચ મહિનાની 14મી તારીખથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા Medical-Engineering લેવામાં આવી હતી. ત્યારે આ વર્ષે આશરે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં 16.55 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે ધોરણ 12ના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ઇજનેરી કરતાં મેડિકલ લાઈનમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. આ વર્ષે રાજ્યના 83 ઝોનમાં 1623 કેન્દ્રોમાં 5541 બિલ્ડિંગમાં 56633 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી.
ગયા વર્ષે 72.02 ટકા પરિણામ
2022માં ધો.12 સાયન્સમાં 72.02 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં સૌથી વધુ પરિણામ 96.12 ટકા સાથે લાઠી કેન્દ્ર હતું. Medical-Engineering સૌથી ઓછું 33.33 ટકા સાથે લીમખેડા કેન્દ્રમાં પરિણામ આવ્યું હતું. સૌથી વધુ 85.78 ટકા પરિણામ ધરાવતો જિલ્લો રાજકોટ હતો. જ્યારે ઓછું 40.19 ટકા પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ હતો. 100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલની સંખ્યા 64 હતા અને 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી સ્કૂલની સંખ્યા 61 હતી. 2002માં ધો.12 સાયન્સના પરિણામમાં એ પ્લસ ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીની સંખ્યા 196 હતી. જ્યારે એ 2 ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીની સંખ્યા 3303 હતી.
સ્કૂલમાંથી માર્કશીટ ત્રણ દિવસ બાદ
સમગ્ર રાજ્યમાં 1.25 લાખ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપી હતી. Medical-Engineering 14 માર્ચથી 29 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા ચાલી હતી, જેનું પરિણામ 1 મહિના બાદ એટલે કે આજે 2 મેના રોજ જાહેર થશે. આજે માત્ર ઓનલાઇન પરિણામ જાહેર થશે, ત્યાર બાદ 3 દિવસ બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ 12th Std Result/ ધોરણ 12 સાયન્સનું 2023નું 65.58 ટકા પરિણામ, ગયા વર્ષ કરતાં ઘટ્યું
આ પણ વાંચોઃ નવી દિલ્હી/ GST કલેક્શન તોડ્યા તમામ રેકોર્ડ, પ્રથમ વખત રૂ. 1.87 લાખ કરોડને પાર
આ પણ વાંચોઃ Politics/ કર્ણાટકની ચૂંટણી તમારા વિશે નથી: રાહુલ ગાંધીએ પીએમ પર કર્યા પ્રહારો
