- પાટણ જિલ્લામાં શિક્ષકોની ફેરબદલીમાં કૌભાંડ
- પૂર્વ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કૌભાંડ કર્યોનો આરોપ
- પાટણ જિલ્લા ફેરની 52 બદલીઓ રદ
- લાખો રૂપિયા લઈને બદલી કરતા હોવાનો આરોપ
- ગાંધીનગર શિક્ષણ વિભાગની 8 ટીમે કરી તપાસ
રાજય માં છેલ્લા ઘણા સમયથીં સ્પર્ધાત્મક પરીક્ષાઓ બંધ છે .તેમાં પણ 2 વર્ષ થી તો સાવ પરીક્ષાઓ લેવાની નથી ત્યારે અનેક આવા કૌભાંડ સામે આવતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો પાટણનો સામે આવ્યો છે જેમાંપાટણ માં શિક્ષકોની જિલ્લા કક્ષાની ફેરબદલીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે.જેમાં રાજ્યના શિક્ષણ નિયામકે 52 શિક્ષકોની જિલ્લા ફેરબદલીના હુકમ રદ કર્યા છે અને શિક્ષકોને પોતાની જૂની શાળામાં હાજર થવા માટે હુકમ કરાયો છે. આ કૌભાંડમાં પૂર્વ DPEO બાબુ ચૌધરીએ ફેરબદલીમાં ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું છે. આ શિક્ષકોની ગેરકાયદે જિલ્લા ફેરબદલીમાં લાખો રૂપિયાની લેવડ-દેવડ થયાની આશંકા છે. ગાંધીનગરથી શિક્ષણ વિભાગની 8 ટીમ સમગ્ર મામલાની તપાસ કરી છે.
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ પાટણ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અઘિકારી બાબુભાઇ ચૌઘરીએ નિવૃતિના નજીકના સમયમાં એક બદલી કેમ્પ યોજ્યો હતો. જેમાં શિક્ષકોની જીલ્લા ફેરબદલી મામલે શિક્ષકોને વતન નજીક બદલીનો લાભ આપી નજીકની શાળાઓમાં બદલી હુકમો કરી નાંખ્યા હતા. જેમાં શિક્ષકો પાસેથી લાખો રૂપિયાની લેવડ દેવડ કરીને બદલીના તમામ નિયમો નેવે મૂકીને ગેરરીતી કરી હોવાની આશંકા પણ સામે આવી છે.
