Gujarat News : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને જિલ્લાઓની જવાબદારી સોંપી છે. તેમણે DyCM સહિત 25 મંત્રીઓને જિલ્લાની જવાબદારી સોંપી છે. હર્ષ સંઘવી ગાંધીનગર, વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી જેમાં ઋષિકેશ પટેલ અમદાવાદ, વાવ-થરાદના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે.
અમરેલી, રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જીતુ વાઘાણીને જવાબદારી સોંપાઈ છે. જ્યારે નરેશ પટેલને વલસાડ, તાપી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે.
ઉપરાંત કનુ દેસાઈ સુરત, નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે. જૂનાગઢ, સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે પ્રદ્યુમન વાજાને જવાબદારી સોંપવામાં આવી છે.
જ્યારે રમણ સોલંકીને ખેડા, અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે. પોરબંદર, દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે કુંવરજી બાવળિયાને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત ઈશ્વર પટેલને નર્મદા, મનીષા વકીલ છોટાઉદેપુરના પ્રભારી મંત્રી બનાવાયા છે.
તે સિવાય પરષોત્તમ સોલંકી ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી અને પ્રફુલ પાનસેરિયાને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે. જ્યારે કાંતિ અમૃતિયાને કચ્છ, રમેશ કટારા પંચમહાલ જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં દવાઓની બોટલોની આડમાં દારૂની તશ્કરી : 40 લાખના દારૂ સાથે 50.92 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો:અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે કરી ફાયરિંગ, પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો:રાષ્ટ્રીય એકતા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ‘યુનિટી માર્ચ’ને પ્રસ્થાન કરાવ્યું…
