Ahmedabad News/ અમદાવાદમાં દવાઓની બોટલોની આડમાં દારૂની તશ્કરી : 40 લાખના દારૂ સાથે 50.92 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં હોસ્પિટલની દવાઓની બોટલમાં દારૂની તશ્કરીના કેસમાં સોલા પોલીસે દારૂ અને બિયરના જથ્થા સાથે રૂ.50,92,980નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સોલા પોલીસે માહિતીને આધારે એસ.જી.હાઈલે ગચા બ્રિજ તરફથી સોલા એલીવેટેડ બ્રિજ ચડવાના છેડા પરથી શંકાસ્પદ ટ્રક અટકાવ્યો હતો. તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરના ટીન મળીને કુલ રૂ.30,90,480નો જથ્થો ઉપરાંત 50,904 હોસ્પિટલની દવાની બોટલો, ટ્રક તથા બે મોબાઈલ મળીને કુલ રૂ. 50,92,980નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે .યાદવીંદરસિંઘ એ.ભુલ્લર અને તરલોચનસિંગ ગજનસિંઘ સંધુની ધરપકડ કરી હતી. બન્ને પંજાબના અમ-તસરના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.તપાસમાં આરોપીઓહોસ્પિટલની દવાની બોટલોની આડમાં દારૂની તશ્કરી કરતા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં ગેસ લીકેજથી વિસ્ફોટ, એકનું મોત, ત્રણ ઘાયલ

આ પણ વાંચો:વડોદરામાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ, શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો

આ પણ વાંચો:વડોદરાના મહેમાન બનેલા કેન્દ્રિય મંત્રી મેયર અને સાંસદ પર નારાજ, સ્ટેજ પર ખખડાવ્યા