Breaking News/ વડોદરામાં ગેસ લીકેજથી વિસ્ફોટ, એકનું મોત, ત્રણ ઘાયલ

Vadodara News: વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મનહર પાર્ક સોસાયટીમાં આજે એક દુ:ખદ ઘટના બની છે. એક ઘરમાં ગેસ લીકેજ થવાથી જોરદાર વિસ્ફોટ થયો છે, જેના પરિણામે એક જ પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયા છે. જેમાં પુત્રનું મોત થયું છે.  ઘાયલોમાં રાજકિશોર ગુપ્તા, રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તાનો સમાવેશ થાય છે, જેમને તાત્કાલિક સારવાર માટે […]

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મનહર પાર્ક સોસાયટીમાં આજે એક દુ:ખદ ઘટના બની છે. એક ઘરમાં ગેસ લીકેજ થવાથી જોરદાર વિસ્ફોટ થયો છે, જેના પરિણામે એક જ પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયા છે. જેમાં પુત્રનું મોત થયું છે.  ઘાયલોમાં રાજકિશોર ગુપ્તા, રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તાનો સમાવેશ થાય છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગેસ સિલેન્ડરમાં લીકેજ હોવાના કારણે ઘરમાં આગ ભીષણ લાગી ગઈ હતી. ઘરમાં રહેતા ગુપ્તા પરિવારના સભ્યો છઠ્ઠી મૈયાની પૂજા માટે ખૂબ જ ઉત્સાહમાં ખુશીમાં હતા, વિભાગના સૂત્રોએ જણાવ્યું કે જોકે આગ લાગવાના કારણે ઘરમાં મીની બ્લાસ્ટ થયો.

આ અકસ્માતમાં, પરિવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે પુત્રનું મૃત્યુ થયું. મૃતક યુવાનની ઓળખ વિશ્વજીત ગુપ્તા (ઉંમર 22) તરીકે થઈ છે, જે એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. પોતાના પરિવારને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર વિશ્વજીતના મૃત્યુથી સમુદાય અને પરિવારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ ગેસ લીકેજ અને આગના વાસ્તવિક કારણની તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં ગેસ સપ્લાય કરતી ગાડીમાં ગેસ લીકેજની ઘટના, રસ્તો કરાયો બંધ

આ પણ વાંચો:કોટા ખાતર ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીકેજ, 15 શાળાના બાળકો બેભાન થઈ ગયા, 7 ની હાલત ગંભીર

આ પણ વાંચો:પંચમહાલ કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, ગેસ લીકેજની શંકા, 12 લોકો ગંભીર રીતે ઘાયલ ,SP બોલ્યા…..