Rajkot News: રાજકોટ જિલ્લાના 50 હજારથી વધુ દૂધ ઉત્પાદકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી) દ્વારા દૂધના ખરીદ ભાવમાં (Rajkot Dairy Milk Price) પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવવધારો 1 ડિસેમ્બર, 2026થી અમલી બનશે. અત્યાર સુધી દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટે રૂ.870 ચૂકવવામાં આવતા હતા, જે હવે વધારીને રૂ.890 કરવામાં આવ્યા છે.
Rajkot Dairy Milk Price: ઘાસચારા અને પશુઆહારના વધતા ખર્ચ વચ્ચે નિર્ણય
ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે પાણીની અછત અને ઘાસચારાના વધતા ખર્ચથી પશુપાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં દૂધ ઉત્પાદકોને (Dairy Farmers) આર્થિક ટેકો મળી રહે તે હેતુથી રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધન ધામેલીયા અને નિયામક મંડળના સભ્યોએ ભાવવધારાનો નિર્ણય લીધો છે.
દિવાળી બાદ દૂધ ઉત્પાદકોને વધુ એક આર્થિક લાભ મળે તે હેતુથી પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ.870થી વધારીને રૂ.890 કરવાનું (Milk Purchase Price Hike) નક્કી કરવામાં આવ્યું છે.
દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે રૂ.885 મળશે
રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધન ધામેલીયાએ જણાવ્યું હતું કે, ઘાસચારાની અછત અને પશુઆહારના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક મદદ કરવાના ઉદ્દેશ્યથી નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, 1 ડિસેમ્બર, 2026થી દૂધ સંઘ દ્વારા દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટે રૂ.890 ચૂકવવામાં આવશે, જ્યારે દૂધ મંડળીઓ પોતાના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે રૂ.885 ચૂકવશે. આ ભાવવધારાનો રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલા 50 હજારથી વધુ દૂધ ઉત્પાદકોને સીધો લાભ મળશે.
આ પણ વાંચો: જુનિયરોને હેરાન કરવા બદલ કાર્યવાહી: ગોત્રીમાં 5 અને રાજકોટમાં 14 વિદ્યાર્થીઓ સામે પગલાં
આ પણ વાંચો: સ્માર્ટ સિટીના રસ્તા પર મસમોટો ભૂવો! ઓઢવ રિંગ રોડ પર વાહનચાલકો માટે જોખમ
આ પણ વાંચો: સુરતમાં સચિન GIDCની સ્નેહ મિલમાં ગંભીર અકસ્માત, મશીનમાં ફસાતાં 35 વર્ષીય મહિલા શ્રમિકનું મોત
