Surat News/ સુરતમાં સચિન GIDCની સ્નેહ મિલમાં ગંભીર અકસ્માત, મશીનમાં ફસાતાં 35 વર્ષીય મહિલા શ્રમિકનું મોત

સુરતની સચિન GIDCની સ્નેહ મિલમાં નાઈટ શિફ્ટ દરમિયાન કપડાં સાથે મશીનમાં ફસાતાં 35 વર્ષીય મહિલા શ્રમિકનું મોત

Breaking News Gujarat Surat
gidc

Surat News: સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી સ્નેહ મિલમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. નાઈટ શિફ્ટ દરમિયાન મશીનમાં ફસાઈ જતાં 35 વર્ષીય મહિલા શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાથી મિલ કામદારોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

GIDC માં નાઈટ શિફ્ટ દરમિયાન સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, નાઈટ શિફ્ટ (Night Shift) દરમિયાન મહિલા શ્રમિક કામ કરી રહ્યાં હતાં, ત્યારે તેમનાં કપડાં મશીનમાં ફસાઈ ગયાં હતાં. કપડાં સાથે મહિલા પણ મશીનમાં ખેંચાઈ જતાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સવારે 6:30 વાગ્યે મૃતકના પરિજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

મૃતક પાછળ બે માસૂમ બાળકોને મૂકી ગયાં

મૃતક મહિલા છેલ્લા દોઢ વર્ષથી આ મિલમાં કામ કરતાં હતાં. તેઓ પાછળ ચાર અને સાત વર્ષની ઉંમરના બે માસૂમ બાળકોને મૂકી ગયાં છે. માતાના અકાળે અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

પોલીસ અને મિલ મેનેજર ઘટનાસ્થળે, વળતરની ખાતરી

ઘટનાની જાણ થતાં સુરત પોલીસ (Surat Police) અને મિલ મેનેજર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મિલ મેનેજમેન્ટે મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની ખાતરી આપી છે. સચિન GIDC (Sachin GIDC)ની મિલોમાં શ્રમિકોની સુરક્ષા અંગે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે.


આ પણ વાંચો:ગાંધીનગરના શાહપુરમાં શ્રમિક યુવકની હત્યા! સાથીદાર જ નીકળ્યો હત્યારો

આ પણ વાંચો:કચ્છમાં ભયાનક અકસ્માત: 3 શ્રમિકોનાં મોત, 2 ગંભીર

આ પણ વાંચો:પાકિસ્તાનના તરબેલા ડેમના પ્રોજેક્ટમાં દુર્ઘટના, ટનલમાં ઘૂસ્યું પાણી, ઈમરજન્સી જાહેર, શ્રમિકોનું રેસ્ક્યુ