@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં પૂર્વ અમદાવાદમાં ગુનાખોરીની ઘટનાઓ વધુ પ્રમાણમાં જોવા મળતી હતી. જ્યારે છેલ્લાં ઘણાં દિવસોથી ચોર શખ્સોને જાણે કે ખબર હોય કે અમુક પોલીસ સ્ટેશનનાં પીઆઈ રજા પર ઉતર્યા છે અને ચાર્જમાં રહેલા અધિકારીઓ પાસે ચોરી જેવી ઘટનાને શોધવામાં રસ નથી તેમ અનેક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે.
અમદાવાદ: ક્રાઈમબ્રાંચે આંતરરાજ્ય વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો, રાજસ્થાનનાં વાહન ચોરને ઝડપી પાડ્યો
આનંદનગર વિસ્તારમાં 24 કલાકમાં 3 ચોરીની ઘટનાઓ બની છે, જેમાં પહેલી ધટનાની વાત કરીયે તો પ્રહલાદનગર રોડ બપોરનાં એક વાગે પર મીત્રની કાર લઈને બેંકમાં રોહન શાહ નામનાં યુવકની કારનો કાચ તોડીને પાછળની સીટ પર રહેલી લેપટોપ બેગ જેની અંદર મુકેલુ 20 હજારની કિંમતનુ આઈપેડ તેમજ 2 હજારનું લેઝર ટેપ લઈને ચોર ફરાર થઈ ગયો હતો. બીજી ઘટનાની વાત કરીયે તો સોમવારે બપોરનાનં સમયે અમૂલમાં કેશ કલેક્શનનું કામ કરતા હાર્દિક પટેલ રેડિઓ મીર્ચી રોડ પર આવેલા બાપા શ્રી એવન્યુમાં અમૂલ મિલ્ક પેલેસની બહાર પોતાની મોટર સાઈકલ પાર્ક કરીને પૈસા લેવા ગયા અને એટલામાં તેઓની બાઈકની ચોરી થઈ ગઈ. ત્રીજી ઘટનાની વાત કરવામાં આવે તો વેજલપુર જીવરાજપાર્કમાં આવેલા રજતકમલ ફ્લેટમાં રહેતા અને પ્રોવીઝન સ્ટોર દુકાન ધરાવતા વાસુદેવ ઠક્કર નામના વેપારી પોતાની એક્ટીવા લઈને બપોરે ઘરે જમવા ગયા અને ફ્લેટમાં પાર્કિંગમાં એકટીવા મુકીને જમવા ગયા તેટલી વારમાં એક્ટીવા લઈને ચોર રફુચક્કર થઈ ગયો.

ક્રાઈમ: રિક્ષામાં બેસતા રાખજો થોડુ ધ્યાન, પેસેન્જરને બેસાડી રોકડ અને દાગીનાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ
મહત્વનુ છે કે 24 કલાકમાં 3 ચોરીની ઘટનાઓ એક જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા સ્થાનિક પોલીસની કામગીરી અને પેટ્રોલીંગની કામગીરી શંકાસ્પદ બની છે. મહત્વની વાત તો એ છે કે આ વિસ્તારનાં પીઆઈ પોલીસ સ્ટેશનમાં હાજર હોય અને મીડિયા કર્મી મળવા જાય ત્યારે તપાસમાં હોવાનું જણાવી મળવાનું ટાળે છે. ત્યારે હજુ શિવરંજની ચાર રસ્તા પરની સાત દુકાનોનાં તાળા તોડીને ચોરી કરનાર ઈસમોને પોલીસ પકડી શકી નથી ત્યારે આ વાહનો અને ટેબલેટ ચોરી કરનાર પકડાય છે કે કેમ તે જોવુ રહ્યુ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
