Not Set/ પતિએ કર્યો આપઘાત,વિયોગ સહન ના થતા 8 દિવસ પછી પત્નીએ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું

ખભાળીયાના કલ્યાણપુર તાલુકામાં એવો કરુણ બનાવ બન્યો છે જે વાંચી તમારો શ્વાસ થભી જશે.કલ્યાણપુરના રાવલ ગામે પાસોડી વિસ્તારમાં રહેતી મહિલાએ દોઢ વર્ષના પુત્રને સાથે રાખી કૂવામાં ઝંપલાવતા માતા-પુત્રના બંન્નેના મોત નીપજ્યા હતાં. આ બનાવની કમનસીબી એ હતી કે મહિલાના પતિએ આઠ દિવસ પહેલા જ ખંભાળિયાના આરાધનાધામ પાસે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. પતિના વિયોગમાં પત્નીએ […]

Gujarat Others

ખભાળીયાના કલ્યાણપુર તાલુકામાં એવો કરુણ બનાવ બન્યો છે જે વાંચી તમારો શ્વાસ થભી જશે.કલ્યાણપુરના રાવલ ગામે પાસોડી વિસ્તારમાં રહેતી મહિલાએ દોઢ વર્ષના પુત્રને સાથે રાખી કૂવામાં ઝંપલાવતા માતા-પુત્રના બંન્નેના મોત નીપજ્યા હતાં.

આ બનાવની કમનસીબી એ હતી કે મહિલાના પતિએ આઠ દિવસ પહેલા જ ખંભાળિયાના આરાધનાધામ પાસે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. પતિના વિયોગમાં પત્નીએ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

રાવલ ગામે પાસોડી સૌમ વિસ્તારમાં મજૂરીનું કામ કરતા મોહનભાઇ તેમની પત્ની અને પુત્ર સાથે  રહેતાં હતાં.ગત તા. 4 ડિસેમ્બરના રોજ મોહનભાઇએ કોઈ કારણોસર ત્યાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

પતિના મોત પછી પત્ની રાણીબેન ગુમસુમ રહેતા હતા. આઠ દિવસ બાદ પતિના મોતનો આઘાત જીરવી નહિ શકતા પત્ની રાણીબેને તેમના દોઢ વર્ષના પુત્ર રોનકને સાથે લઈ કૂવામાં ઝંપલાવ્યું હતું.

અવાજ સાંભળતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતાં કલ્યાણપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી.

મોહન અને રાણીના લગ્ન થયાને ત્રણ વર્ષ થયા હતાં. જેમાં સંતાનમાં એક પુત્ર રોનક હતો. પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.