Not Set/ સુરત હીટ એન્ડ રન/ કાર ચાલકે રસ્તો ક્રોસ કરતાં બે લોકોને લીધા અડફેટે, એકનું મોત

રાજ્યમાં જાણે અકસ્માતની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી, જેમ જેમ દિવસ ઉગે છે તેમ તેમ અકસ્માતની ઘટના સામે આવતી રહી છે. ત્યારે સુરતથી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એકનું મોત નીપજ્યું છે જયારે એકની હાલત ગંભીર છે. મળતી માહિતી અનુસાર સુરતના સચીન નવસારી બાયપાસ હાઈવે પાસે હીટ એન્ડ રન ઘટના સામે આવી […]

Gujarat Surat

રાજ્યમાં જાણે અકસ્માતની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી, જેમ જેમ દિવસ ઉગે છે તેમ તેમ અકસ્માતની ઘટના સામે આવતી રહી છે. ત્યારે સુરતથી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એકનું મોત નીપજ્યું છે જયારે એકની હાલત ગંભીર છે.

મળતી માહિતી અનુસાર સુરતના સચીન નવસારી બાયપાસ હાઈવે પાસે હીટ એન્ડ રન ઘટના સામે આવી છે.કાર ચાલકે રસ્તો ક્રોસ કરતાં બે લોકોને અડફેટે લીધા છે.જેમાં એકનું ઘટના સ્થળે જ મોત થયું છે જયારે એકની હાલત ખુબ જ ગંભીર છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ફરાર થયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી વધુ તપાસ શરૂ કરી છે.

આપને જણાવી દઈએ કે આ પહેલા  અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે 48 પર સુરત પાસે ટેન્કર પાછળ ટ્રક ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રકમાં સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.જેમાં એકનું ઘટના સ્થળે તો બીજા બે લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.તો આ સાથે આ અકસ્માતમાં ટ્રકમાં ભરેલી ભેંસો અને પાડાનાં પણ મોત નીપજ્યા છે .ઘટનાની જાણ થતા IRB તેમજ પાલોદ પોલીસ ઘટના સ્થેળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.