Kutch News/ કચ્છમાં ભયાનક અકસ્માત: 3 શ્રમિકોનાં મોત, 2 ગંભીર

કચ્છના હાજીપીર રોડ પર મંગળવારે (24 નવેમ્બર) એક ગમખ્વાર માર્ગ અકસ્માતની (Kutch Accident)ઘટના સામે આવી છે

Gujarat Others
ચ્છના હાજીપીર રોડ પર મંગળવારે (24 નવેમ્બર) એક ગમખ્વાર માર્ગ અકસ્માતની (Kutch Accident)ઘટના સામે આવી છે

Kutch News : કચ્છના હાજીપીર રોડ પર મંગળવારે (24 નવેમ્બર) એક ગમખ્વાર માર્ગ અકસ્માતની (Kutch Accident)ઘટના સામે આવી છે. ઢોરા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર (Tractor Truck Accident)થતાં ત્રણ શ્રમિકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય બે શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

1. ઢોરા ગામ નજીક ટ્રેક્ટર-ટ્રક વચ્ચે અકસ્માત

મળતી માહિતી મુજબ, હાજીપીર રોડ (Hajipir Road)પર ઢોરા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે કોઈ કારણોસર જોરદાર ટક્કર (Tractor Truck Accident) થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં સવાર શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.

2. Kutch Accident : ત્રણ શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત

અકસ્મતમાં ત્રણ શ્રમિકોના મોત થતાં પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે હાજીપીર રોડ પર પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

3. બે શ્રમિકોની હાલત ગંભીર

આ અકસ્માતમાં અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

4. પોલીસની ટીમે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત (Tractor Truck Accident)કયા સંજોગોમાં સર્જાયો અને દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આ અકસ્માતે ફરી એકવાર માર્ગ સલામતી અને વાહનચાલકોની સાવચેતીનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે.


આ પણ વાંચો: અમદાવાદમાં ડેપ્યુટી કલેક્ટરના પુત્રની કારનો અકસ્માત, 2 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: ગિરનાર પરિક્રમાએ જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: બોલેરો પલટી ખાઈ, 6ની હાલત ગંભીર

આ પણ વાંચો: અમરેલીમાં ST બસ-બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, પિતા અને 2 બાળકો સહિત 4નાં મોત