Ahmedabad News/ અમદાવાદમાં ડેપ્યુટી કલેક્ટરના પુત્રની કારનો અકસ્માત, 2 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

એલ ડિવિઝન ટ્રાફિક પોલીસના પીઆઈ એસ.ડી. પટેલના જણાવ્યા અનુસાર, અકસ્માત (Ahmedabad Accident)સર્જનાર ઇનોવા કાર અપર કલેક્ટરની છે

Gujarat Ahmedabad
અમદાવાદના મોટેરા વિસ્તારમાં સરકારી હોદ્દાનું બોર્ડ અને સાઇરન લગાવેલી ઇનોવા કારે ટ્યુશનના વિદ્યાર્થીઓને લઈ જતી ઇકો કારને ટક્કર (Ahmedabad Accident)મારતાં બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા

Ahmedabad News : અમદાવાદના મોટેરા વિસ્તારમાં સરકારી હોદ્દાનું બોર્ડ અને સાઇરન લગાવેલી ઇનોવા કારે ટ્યુશનના વિદ્યાર્થીઓને લઈ જતી ઇકો કારને ટક્કર (Ahmedabad Accident)મારતાં બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં મધ્યપ્રદેશના ડેપ્યુટી કલેક્ટરના પુત્ર (Deputy Collector Son)સમય જયસ્વાલનું નામ સામે આવ્યું છે. જોકે, અકસ્માત બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં પોલીસે કોઈ ફરિયાદ નોંધી નથી. વિદ્યાર્થીઓને ઈજા થઈ હોવા છતાં ફરિયાદ દાખલ ન થતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

Ahmedabad Accident : મોટેરામાં ઇનોવા-ઇકો કાર વચ્ચે ટક્કર

અમદાવાદના મોટેરા વિસ્તારમાં સધી માતા રોડ પર સોમવારે રાત્રે આ અકસ્માત (Ahmedabad Accident)સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આકાશ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને લઈને ઇકો કાર પસાર થઈ રહી હતી. આ દરમિયાન ચાર રસ્તો ક્રોસ કરતી વખતે પૂરઝડપે આવેલી મધ્યપ્રદેશ પાસિંગની ઇનોવા કારે ઇકોને જોરદાર ટક્કર મારી હતી.

ઇનોવા કારની આગળ ‘અપર કલેક્ટર’ લખેલું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત કારમાં લાલબત્તી અને સાઇરન પણ હતાં. અકસ્માતમાં ઇકો કારમાં સવાર બે વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા.

ડેપ્યુટી કલેક્ટરના પુત્ર સમય જયસ્વાલનું નામ ચર્ચામાં

અકસમાત બાદ ઇનોવામાં (Innova Car)સવાર બે વ્યક્તિઓ નીચે ઉતરીને વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યા હતા. જોકે, ઘટનાસ્થળે ભીડ એકત્ર થતાં સ્થાનિક લોકોએ બંને વ્યક્તિઓને રોકી રાખ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને વ્યક્તિઓને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

આ સમગ્ર મામલે મધ્યપ્રદેશના ડેપ્યુટી કલેક્ટરના પુત્ર સમય જયસ્વાલનું (Samay Jaiswal)નામ સામે આવ્યું છે. જોકે, અકસ્માત સમયે કાર કોણ ચલાવી રહ્યું હતું અને સમય જયસ્વાલની ચોક્કસ ભૂમિકા શું હતી તે અંગે સ્પષ્ટ વિગતો સામે આવી નથી.

પોલીસ ફરિયાદ નહીં નોંધાતા કાર્યવાહી સામે સવાલો

એલ ડિવિઝન ટ્રાફિક પોલીસના પીઆઈ એસ.ડી. પટેલના જણાવ્યા અનુસાર, અકસ્માત (Ahmedabad Accident)સર્જનાર ઇનોવા કાર અપર કલેક્ટરની છે. કારના આગળના ભાગમાં લગાવવામાં આવેલા બોર્ડ પર કપડું ઢાંકવામાં આવ્યું હતું, જે અકસ્માત દરમિયાન નીકળી ગયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.

જોકે, અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હોવા છતાં પોલીસ ફરિયાદ કેમ નોંધવામાં આવી નહીં તે મુદ્દે સવાલો ઊભા થયા છે. બીજી તરફ, ભોગ બનનાર પક્ષ અને વાલીઓએ ફરિયાદ નોંધાવવામાં પોલીસ દ્વારા ગલ્લાંતલ્લાં કરવામાં આવતાં હોવાની વાત કરી છે.

સરકારી હોદ્દાનું બોર્ડ અને સાઇરન કોના અધિકારથી?

આ ઘટનામાં માત્ર અકસ્માત જ નહીં, પરંતુ ઇનોવા કાર પર લગાવવામાં આવેલા ‘અપર કલેક્ટર’ના બોર્ડ, લાલબત્તી અને સાઇરનનો ઉપયોગ પણ ચર્ચાનો વિષય બન્યો છે. સરકારી હોદ્દાનું બોર્ડ ધરાવતી કારનો ઉપયોગ કોણ કરી રહ્યું હતું અને તેને આ પ્રકારનાં સાધનો લગાવવાની મંજૂરી હતી કે નહીં તે અંગે પણ સવાલો ઊભા થયા છે.

વિદ્યાર્થીઓને ઈજા થઈ હોવા છતાં સમાધાનના આધારે ફરિયાદ નોંધાઈ ન હોવાના મામલે હવે પોલીસની કાર્યવાહી અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માગ ઊઠી રહી છે.


આ પણ વાંચો: ગિરનાર પરિક્રમાએ જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: બોલેરો પલટી ખાઈ, 6ની હાલત ગંભીર

આ પણ વાંચો: અમરેલીમાં ST બસ-બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, પિતા અને 2 બાળકો સહિત 4નાં મોત

આ પણ વાંચો: વડોદરાના પંડ્યા બ્રિજ પર કાળ બનીને આવ્યું ટેન્કર, અકસ્માતમાં દંપતીના કરુણ મોત