Today Special: આજે દેશભરમાં ગુરુ નાનક જયંતિ (Guru Nanak Jayanti 2026) મનાવવામાં આવી રહી છે. આ અવસરે ભારત અને દુનિયાભરના ગુરુદ્વારામાં અખંડ પાઠ, નગર કીર્તન, વિશેષ અરદાસ અને લંગરનું આયોજન કરવામાં આવે છે.
આજે 24 નવેમ્બરે 557મી ગુરુ નાનક જયંતિ મનાવવામાં આવી રહી છે. આ દિવસ શીખ ધર્મના સંસ્થાપક અને પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવજીની જયંતિના રુપમાં મનાવવામાં આવે છે. આને ગુરુ નાનક પ્રકાશ ઉત્સવ અને પ્રકાશ પર્વના નામે પણ ઓળખવામાં આવે છે. આ પાવન પર્વ કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે. આ અવસર પર ભારત અને દુનિયાભરના ગુરુદ્વારાઓ (Gurudwara)માં અખંડ પાઠ, નગર કીર્તન, વિશેષ અરદાસ અને લંગર (Akhand Path, Nagar Kirtan, Ardaas, Langar) આયોજન કરવામાં આવે છે. ગુરુ નાનક દેવજીએ પોતાના જીવનમાં સમાનતા, ઈમાનદારી, દયા, ભક્તિ અને નિસ્વાર્થ સેવાનો સંદેશ આપ્યો હતો. ગુરુ પર્વનો આ તહેવાર લોકોને એમના સંદેશને યાદ કરવાની અને જીવનમાં અપનાવવાની પ્રેરણા આપે છે.
ગુરુ પર્વ 2026 તિથિ (Guru Nanak Jayanti 2026)
ગુરુ નાનક જયંતી કાર્તિક પૂર્ણિમા (Kartik Poornima)ના દિવસે મનાવવામાં આવે છે. આજે દેવ દિવાળી પણ છે. પંચાંગ અનુસાર, 23 નવેમ્બરની રાત્રે 11 વાગીને 42 મિનિટથી આ તિથિનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે રાત્રે 8 વાગીને 23 વાગ્યે એ સમાપ્ત થશે. આ સંજોગોમાં ઉદયા તિથિ પ્રમાણે ગુરુ નાનક જયંતિ 24 નવેમ્બર મંગળવારે એટલે કે આજે મનાવવામાં આવી રહે છે.

ગુરુ નાનક જયંતિનું મહત્વ (Significance of Guru Nanak Jayanti)
શીખ પરંપરા (Sikh Dharm)માં ગુરુ નાનકજીનું નામ ઘણા જ આદર અને સન્માન સાથે લેવામાં આવે છે કારણ કે, આ પરંપરામાં એ સૌપ્રથમ ગુરુ બન્યા જેમણે શીખ ધર્મનો પાયો નાખ્યો હતો. ગુરુ નાનકજીનો જન્મ કાર્તિક મહિનાની પૂર્ણિમાએ તલવંડી નનકાના સાહિબ (Nankana Sahib) ખાતે થયો હતો. શીખ પરંપરામાં ઘણી જ ધૂમધામથી મનાવવામાં આવતી ગુરુ નાનકજીની જયંતિની તૈયારીઓ ઘણી પહેલેથી પ્રારંભ થઈ જાય છે અને આ દિવસે દેશના તમામ ગુરુદ્વારામાં ગુરુગ્રંથ સાહિબનો અખંડ પાઠ ચાલે છે અને તમામ જગ્યાઓએ લંગર ચલાવવામાં આવે છે.
ગુરુ નાનક જયંતિ કેવળ જન્મોત્સવ નથી પરંતુ એમના મહાન વિચારો અને શિક્ષાઓને યાદ કરવાનો પાવન અવસર છે. ગુરુ નાનક દેવ જીએ જાત-પાત, ભેદભાવ અને ઊંચ-નીચનો વિરોધ કર્યો હતો. એમણે તમામ ધર્મ અને સમુદાયોના લોકોને પ્રેમ અને સદ્ભાવથી રહેવાનો સંદેશ આપ્યો. આ દિવસે શ્રદ્ધાળુ ગુરુદ્વારામાં માથું ટેકવે છે અને ગુરુ ગ્રંથ સાહેબનો પાઠ સાંભળે છે.

ગુરુ નાનક દેવજીનો સંદેશ (Messages of Guru Nanak ji)
1. ઈશ્વર એક છે અને દરેક સ્થળે વિદ્યમાન છે. ગુરુ નાનક દેવ કહે છે કે સૌની સાથે પ્રેમ અને સન્માનની ભાવના સાથે રહેવું જોઇએ.
2. કોઈ પણ પ્રકારની લાલચનો ત્યાગ કરીને પૂરી મહેનત અને ઈમાનદારીથી ધન કમાવું જોઇએ.
3. દરેકને એનો અધિકાર સન્માનપૂર્વક આપવો જોઈએ. કોઈનો પણ અધિકાર છીનવવો એ ખોટી વાત છે. આથી દરેકને એનો સમાન અધિકાર આપવો જોઈએ. પોતાની ઈમાનદારીની કમાણીથી ગરીબો અને જરુરિયાતમંદોની શક્ય એટલી મદદ કરવી જોઇએ.
4. સ્ત્રીનું સન્માન કરવું જોઇએ. ગુરુ નાનક દેવ મહિલાઓ અને પુરુષોને સમાન દરજ્જો આપતા હતા.
5. તણાવ રહિત થઈને પોતાનું કાર્ય કરતા રહેવું જોઇએ અને હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ.
આ પણ વાંચો: વિશ્વમાં લોકો પાસે શૌચાલય કરતા મોબાઈલ ફોન વધુ! આજે મનાવાઈ રહ્યો છે ‘વિશ્વ શૌચાલય દિવસ 2026’…
આ પણ વાંચો: આજે છે નેશનલ પ્રેસ ડે 2026….જાણીએ એનું મહત્વ અને એની સાથે સંકળાયેલા સૂત્રો!
