Today Special/ વિશ્વમાં લોકો પાસે શૌચાલય કરતા મોબાઈલ ફોન વધુ! આજે મનાવાઈ રહ્યો છે ‘વિશ્વ શૌચાલય દિવસ 2026’…

દુનિયામાં ટોયલેટથી વધારે લોકો પાસે મોબાઈલ ફોન છે. આથી જ આ World Toilet Day 2026 ના દિવસનું વિશેષ મહત્વ છે….કેવળ 4.5 અબજ લોકો પાસે ટોયલેટ…

Today Special Trending Lifestyle
World Toilet Day 2026...દુનિયામાં કેવળ 4.5 અબજ લોકો પાસે ટોયલેટ કે લેટ્રિનની Facility છે!

Today Special: ‘વિશ્વ શૌચાલય દિવસ’ (World Toilet Day 2026) દર વર્ષે 19 નવેમ્બરે યુનાઈટેડ નેશન્સ (UN) દ્વારા મનાવવામાં આવે છે જે એક ગંભીર સમસ્યા પર પ્રકાશ પાડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં 2.5 બિલિયન અર્થાત્ 250 કરોડ લોકો પાસે યોગ્ય સફાઈની સુવિધા જ નથી!

‘વર્લ્ડ ટોયલેટ ડે’ પ્રતિવર્ષ 19 નવેમ્બર (19 November 2026) અર્થાત્ આજ રોજ મનાવવામાં આવી રહ્યો છે. આનો ઉદ્દેશ્ય સુરક્ષિત સફાઈને એક માળખાકીય આવશ્યકતા અને માનવીય ઈજ્જતની બાબત ગણીને એના પર ધ્યાન આપી શકાય એ છે. આજે ગુરુવારે આ વિશેષ દિવસ સમગ્ર વિશ્વભરમાં મનાવવામાં આવી રહ્યો છે. યુએન આ દિવસે એ વાત પર ભાર મૂકી રહ્યું છે કે પ્રત્યેક વ્યક્તિને એક સુરક્ષિત, સરળતાથી ટોયલેટ (Toilet) ઉપલબ્ધ થાય અને એક એવી સિસ્ટમ મળે જે આ કચરાને વ્યવસ્થિત રીતે ટ્રીટ કરે. લોકો અને સમાજ માટેઆ દિવસ પ્રાઈવસી, હાથ ધોવાની સુવિધાઓ અને સારી રીતે જાળવણી કરેલા ટોયલેટ સ્વાસ્થ્ય (Health) માટે કેટલા આવશ્યક છે એ શીખવાની જરુરિયાત પર ભાર મૂકે છે.

Importance of World Toilet Day 2026
Importance of World Toilet Day 2026

વિશ્વ શૌચાલય દિવસનું મહત્વ (Importance of World Toilet Day 2026)

દર વર્ષે હજારો લોકો સોશિયલ મીડિયા કેમ્પેઈન, ઓનલાઇન પિટીશન અને દુનિયાભરમાં અલગ-અલગ દેશોમાં થનારા અનેક કાર્યક્રમોમાં સામેલ થઈને ‘વર્લ્ડ ટોયલેટ ડે’ મનાવે છે. આ જાહેર રજાનો દિવસ નથી પરંતુ એક ગ્લોબલ આયોજન છે. યુ એનના આંકડા અનુસાર, જો યોગ્ય ટોયલેટ હોય તો દુનિયામાં આશરે 2,00,000 થી વધારે બાળકોનો જીવ બચી શકે એમ છે. જે દેશોમાં ખુલ્લી જગ્યામાં સૌથી વધુ શૌચના મામલા છે ત્યાં 5 વર્ષથી ઓછી વયના બાળકોની મોતનો આંકડો ઘણો મોટો છે. કુપોષણ અને ગરીબીનું લેવલ પણ ઘણું જ વધારે છે. આ ઉપરાંત, એક અબજથી પણ વધુ લોકો ટોયલેટની સુવિધા ન હોવાથી ખુલ્લામાં શૌચ કરે છે.

વિશ્વ શૌચાલય દિવસનો ઈતિહાસ (History of World Toilet Day 2026)

ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, વિશેષ કરીને વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઈઝેશન વર્ષોથી આ વિશેષ દિવસને પ્રોત્સાહન આપી રહ્યાં છે. વર્ષ 2013માં યુએન દ્વારા સૌ માટે સફાઈ વિષયક ગ્લોબલ ડેવલપમેન્ટની પ્રાથમિકતાને અગ્રેસર કરવા માટે 19 નવેમ્બરને ઓફિશિયલી ‘વર્લ્ડ ટોયલેટ ડે’ તરીકે અધિકૃત માન્યતા પ્રદાન કરી હતી. આ ઉપરાંત, ખુલ્લામાં શૌચ કરવાની ટેવને પબ્લિક હૅલ્થ માટે અત્યંત નુકસાનદાયક માનવામાં આવી હતી.

World Toilet Day 2026 Theme
World Toilet Day 2026 Theme

વિશ્વ શૌચાલય દિવસનું થીમ (World Toilet Day 2026 Theme)

વિશ્વ શૌચાલય દિવસ 2026ની આ વર્ષની થીમ છે…

Safe toilets.Equal futures.

અર્થાત્

સુરક્ષિત શૌચાલય. સમાન ભવિષ્ય.

સંયુક્ત રાષ્ટ્ર-જળ અભિયાનમાં એને સ્વચ્છતા અને લૈંગિક સમાનતા સાથે જોડીને પ્રસ્તુત કરવામાં આવે છે.

World Toilet Day 2026
World Toilet Day 2026

શું તમે જાણો છો?

દુનિયામાં ટોયલેટથી વધારે લોકો પાસે મોબાઈલ ફોન છે. દુનિયામાં આશરે સાત અબજ લોકો પૈકી 6 અબજ લોકો પાસે મોબાઈલ ફોન છે પરંતુ, કેવળ 4.5 અબજ લોકો પાસે ટોયલેટ અથવા લેટ્રિન છે!! આનો અર્થ એ છે કે વિશ્વભરના 2.5 અબજ લોકો પાસે, મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં યોગ્ય સાફ-સફાઈની સુવિધા જ નથી. આથી જ આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિશામાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે.


આ પણ વાંચો: આજે બાળ દિવસ…જાણો એનો ઇતિહાસ, મહત્વ અને ચાચા નહેરુ સંલગ્ન વાતો…

આ પણ વાંચો: આજે છે નેશનલ પ્રેસ ડે 2026….જાણીએ એનું મહત્વ અને એની સાથે સંકળાયેલા સૂત્રો!

આ પણ વાંચો: પાયાગત માનવીય મૂલ્યોને જાળવી રાખવા અંગેની પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ સમ…’વિશ્વ કાર્યસ્થળ સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ’…